ઘોઘાના ખલાસીના આકસ્મીક મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રીને રજુઆત

1072

દહેજ રો-રો ફેરી સર્વિસ ખાતે થોડા દિવસ પુર્વે અકસ્માતે ટગ દરિયામાં પલ્ટી જતા ઘોઘાના ખલાસીનું ડુબી જતા મોત નિપજયું હતું જે સંદર્ભે ન્યાયીક તપાસની માંગ સાથે આવેદન પત્ર મુખ્યમંત્રીને પાઠવ્યું છે.  ગત તા. રપ-૧૦ના રોજ ઈન્ડીંગો કંપની દ્વારા ભાડે રાખવામાં આવેલી વિમો કે સર્વે વિનાની અલવસીલા-૩ નામની ટગ દહેજ ખાતે સર્જાયેલ દુર્ઘટનામાં દરિયામાં પલ્ટી જતા આ ટગ પર ફરજરત ઘોઘાના ફર્સ્ટ કલાસ માસ્ટર, હિરાભાઈ માધાભાઈ જેઠવાનું ડુબી જતા મોત નિપજયું હતું. આ ઘટનામાં જવાબદારો સામે પગલા લેવા તથા મૃતકના પરિવારોને મુખ્યમંત્રી રાહત નિધી તત્કાલ રાહત ફંડ આપવાની માંગ સાથે બનાવ સંદર્ભે બેદરકાર લોકો અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરી ઘોઘા ગામ સમસ્ત દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું છે.

Previous articleસર.ટી. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ
Next articleયુવા પ્રતિભાને ઉજાગર કરતા રંગારંગ યુથ ફેસ્ટીવલનું સમાપન