પૂર્વ ઇસરો વડા માધવન નાયર ભાજપમાં સામેલ

868

ત્રાવણકોર દેવાસન બોર્ડના પૂર્વ પ્રમુખ જી રામન નાયર અને ઇસરોના પૂર્વ અધ્યક્ષ જી માધવન નાયર સહિત પાંચ નેતાઓ વિધિવતરીતે ભાજપમાં સામેલ થઇ ગયા છે. રામન નાયરનો થોડાક સમય પહેલા જ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપના એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રાજ્ય મહિલા પંચના પૂર્વ સભ્ય  રમીલા દેવી, જનતા દળ એસના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ દિવાકરણ, થોમસ જોન અને અન્ય નેતાઓ ભાજપમાં સામલે થયા હતા.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં આ રાજકીય પક્ષોના લોકો ભાજપમાં જોડાયા હતા. ભાજપના નેતાઓએ જ્હોનની ઓળખ એક શક્તિશાળી નેતા તરીકે કરી છે. અમિત શાહ સાથે બંધબારણે બેઠક યોજવામાં આવ્યા બાદ તેમને મેમ્બરશીપ આપવામાં આવી હતી. માધવન નાયર અને પ્રમિલા દેવી છેલ્લા થોડાક વર્ષથી ભાજપના કાર્યક્રમોમાં નિયમિતરીતે ઉપસ્થિત થતાં રહ્યા છે. વિજયન સરકાર સામે કાયદાકીય લડત જીતનાર ટીપી સેનકુમાર પણ અમિત શાહને મળવા માટે ઉત્સુક દેખાયા હતા. તેમની સાથે અમિત શાહની બેઠક પણ ઉપયોગી રહી હતી. આ પાંચેય સભ્યો ભાજપમાં જોડાયા બાદ ભાજપની સ્થિતિ દક્ષિણ ભારતના રાજ્યોમાં દિન પ્રતિદિન વધુ મજબૂત બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમોદી શિવલિંગ ઉપર બેઠેલા વિંછી સમાન છે : શશી થરૂર