જાપાનની રાજકુમારીએ શાહી પરિવારનો ત્યાગ કર્યો, સામાન્ય નાગરિક સાથે કર્યા લગ્ન

654

જાપાનની રાજકુમારીએ તેના પ્રેમ માટે રાજ પરિવારનો ત્યાગ કર્યો છે. રાજકુમારી અકાયો તોક્યોએ એક મંદિરમાં આયોજીત અત્યંત સાદા કાર્યક્રમાં એક સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા છે. ૨૮ વર્ષની રાજકુમારી શાહી પરિવારના અયાકો સમ્રાટના દૂરના ભાઇની પુત્રી છે. રાજકુમારી તોક્યોએ જે વ્યકિત સાથે લગ્ન કર્યા છે તેનું નામં મોરિયા છે અને તે એક શિપિંગ કંપનીમાં કામ કરે છે. સોમવારે સવારે આ યુગલના ફોટા વાયરલ થયા હતા, જેમાં તેઓ મંદિરમાં આયોજીત કાર્યક્રમાં જતા દેખાઇ રહ્યા હતા. લગ્ન બાદ બન્નેએ મીડિયા સાથે વાત પણ કરી હતી. નોંધનીય છે કે, શાહી પરિવારથી બહાર લગ્ન કરનાર મહિલાને શાહી પરિવારનો હંમેશા માટે ત્યાગ કરવું પડે છે. જોકે એક એવી અટકળો છે કે, શાહી દરજ્જામાંથી બહાર થઇ ગયા બાદ પણ જાપાન સરકારની તરફથી રાજકુમારીને ખર્ચ માટે મોટી રકમ આપવામાં આવે છે. જો ભારતીય રૂપિયામાં તેની ગણતરી કરવામાં આવે તો લગભગ ૭ કરોડ રૂપિયાની રકમ ખર્ચ રૂપે આપવામાં આવે છે. રાજકુમારીના પિતાનું વર્ષ ૨૦૦૨માં અવસાન થયું હતું.

ગત વર્ષે જ રાજકુમારી અને ૩૨ વર્ષીય મોરિયાની મુલાકાત થઇ હતી, ત્યારબાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. રાજકુમારીના માતા અને મોરિયાની માતા એકબીજાના મિત્ર હતા, આ જ કારણ છે કે, બન્નેની મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ હતી.

Previous articleપાકિસ્તાનમાં 15 વર્ષની એક શીખ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો
Next articleજીએસટીની આવક વધારવા કવાયત કરદાતાઓને ચાર વર્ગમાં વિભાજીત કરાશે