સુર નિવાસથી પાંચટોબરાના ખરાબ રસ્તાનું રીપેરીંગ કામ ગ્રામજનોએ ભેગા મળી ઉપાડયું

1022

ગારીયાધાર પંથકનો સુરનિવાસ-પાંચટોબરા માર્ગ વર્ષોથી તંત્ર દ્વારા રીેપર નહીં કરાતા ગ્રામજનો દ્વારા જાતે ખાડાઓ પુરી રેપીરંગ કરવામાં આવ્યું.

હાલના દિવસોમાં રોજબરોજ જાળે નવા-નવા માર્ગ્ના નવીનીકરણ તથા નિર્માણની જાહેરાતો સાંભળવા મળતી પરંતુ સુર નિવાસ ગામથી પાચં ટોબરા રોડની હાલત જોવામાં આવે તો જાણે રસ્તામાં ખાડાઓ નહીં પરંતુ ખાડામાં રસ્તો હોય તેવા દર્શન થાય છે. વળી ગ્રામજનો તથા આ રસ્તે ચાલતા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર રસ્તાનું રીપેરીંગ તથા નવીનીકરણ કરવાની માંગ ઉઠેલ છે. પરંતુ વર્ષોથી આ રસ્તા પ્રત્યે તંત્ર દ્વારા કોઈ દરકાર ન લેવાતા છેવટ કંટાળીને સુરનિવાસ તથા ખોબા જેવડા ગામ પીપળવાના ગ્રામજનો દ્વારા આજરોજ  રસ્તાનું રીપેરીંગ જેમ કે ખાડાઓ પુરવા તથા રસ્તાની સાઈડો પુરવી જેથી વાહન ચાલકોને રસ્તે ચાલવામાં સરળતા રહે.  જયારે આજરોજ વહેલી સવારથી જ સુરનિવાસ તથા પીપળવા ગામના ગર્મજનો યુવાનો તથા આગેવાનો દ્વારા ખંભે થી ખંભો મીલાવીને પોતાના વ્યવસાયો- રોજગારથી અળગા રહીને આ ઝુંબેશ ઉપાડવામાં આવેલ અને ટ્રેકટરો તથા જેસીબી મીશનો તથા સ્વયંભુ પાવડા, કોદાળી જેવા ઓજારો વડે જાણે અભિયાન ચલાવવામાં આવ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. વળી ગ્રામજનોન ઉત્સાહ તથા સ્મંગ જોતા તંત્ર તરફની પારકી આશ સદાનિરાશ જેવું સુત્ર સ્પષ્ટ પણે સાબીત થતું દેખાયું હતું અને આગેવાનો દ્વારા પણ પુછતા જણાવાયું હતું કે હાલના તહેવારના દિવસો નજીક છે. વળી તહેવારોમાં ખરાબ રસ્તાના કારણે અકસ્માતો ન થાય અને દર્દીઓ તથા વૃધ્ધોને આ રસ્તે વાહનમાં સરળતાથી પસાર થઈ શકે તેવા કારણે આ પગલુ લેવામાં આવ્યું છે.

જો કે હાલના દિવસોમાં તંત્ર તથા સરકાર રસ્તાઓના વિકાસ મુદ્દે મોટા મસ હોર્ડીંગ્સ તથા જાહેરાત માધ્યમથી પ્પ્રચારમાં ભળે વ્યસ્ત હોય પરંતુ આવા સામાન્ય કાર્યો કે જે તંત્ર ચપટી વાગડે અને પુર્ણ થઈ જતા હોય તેની દુર્દશા જોતા જ તમામ સત્ય તથા દુધનું દુધ તથા પાણીનું પાણી થતું દેખાય છે.

Previous articleજાડેજાની બદલી થતા રાજુલાના પીઆઈનો ચાર્જ સંભાળતા તુવર
Next articleરાજુલા તાલુકામાં એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત