ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનું આજે જાહેરનામું જારી

1331
guj14112017-3.jpg

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રથમ તબક્કા માટે જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
 રાજયમાં આગામી માસમાં ૯ તેમજ ૧૪ ડીસેમ્બર એમ બે તબકકામા વિધાનસભાની સામાન્ય ચુંટણી માટે મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે એ અગાઉ પ્રથમ તબકકામાં જે ૮૯ જેટલી બેઠકો માટે મતદાન ૯ ડીસેમ્બરના રોજ હાથ ધરવામા આવશે આ બેઠકો માટે આવતીકાલે મંગળવારના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવશે.રાજય ચુંટણી પંચ દ્વારા આવતીકાલે મંગળવારે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા 
આવ્યા બાદ ૧૪ થી ૨૧ નવેમ્બર 
દરમિયાન ઉમેદવારી પત્ર ભરી શકાશે.જયારે ૨૨ નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામા આવશે.૨૪ નવેમ્બર સુધીમા ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે.
આ બેઠકો પર ૯ ડીસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામા આવશે.બીજા તબકકામાં ૯૩ બેઠકો માટે જાહેરનામુ ૨૦ નવેમ્બરના રોજ બહાર પાડવામા આવશે.પહેલા તબકકામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૫મી ઓક્ટોબરના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો. ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગોવા બાદ હિમાચલ અને ગુજરાત એવા રાજ્ય બની ગયા છે જ્યાં ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. પ્રદેશમાં ૧૦૦ ટકા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવશે. વીવીપેટ ઉપરાંત હાઈપ્રોફાઇલ ગુજરાત ચૂંટણી માટે અન્ય કેટલાક પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં નજર રાખવા માટે અને પેમેન્ટ સુધીમાં આઈટીનો ઉપયોગ કરવામાં આવશે.

Previous articleમહાપાલિકાની પ્રાથમિક શાળામાં મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ
Next articleમાત્ર ચૂંટણી સમયે દેખાતા સાંસદ પરેશ રાવલે દેખા દીધી