૨૦૧૯નો વર્લ્ડ કપ જીતવા કોહલીને ધોનીની જરૂર પડશે : સુનિલ ગાવસ્કર

918

વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીને વીંડીઝ અને ઑસ્ટ્રેલિયા સામેની આગામી ટી-૨૦ સીરીઝમાંથી બહાર રાખવામાંઆવ્યો છે. આ સાથે જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હવે ધોનીની ક્રિકેટ કરિયરતેના અંતિમ પડાવમાં છે અને તે ટૂંક સમયમાં સન્યાસ લઇ લેશે. તેવામાં ભારતના મહાનક્રિકેટર રહી ચુકેલા ગાવાસ્કરનું માનવું છે કે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ધોનીનું રમવુખૂબ જ જરૂરી છે કારણ કે વિરાટ કોહલીને તેની જરૂરિયાત છે.

કેપ્ટન રહી ચુકેલા ગાવાસ્કરે કહ્યું કે, બેટિંગ ઉપરાંત તે તમામ ગુણોના કારણે વર્લ્ડ કપ માટે જઇ રહેલી ટીમમાં ધોનીનો કોઇ વિકલ્પ ન હોઇ શકે. ગાવાસ્કરે સાથે જ કહ્યું કે ધોનીના આ ગુણોના કારણે કોહલીને ઘણો ફાયદો થશે. ધોની ભલે બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યો હોય પરંતુ તેનામાં અન્ય  ઘણાં ગુણ છે. તેથી તેણે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં જરૂર રમવું જોઇએ.

ગાવાસ્કરે કહ્યું કે, કોહલીને ધોનીની જરૂર પડશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. ૫૦ ઓવરની રમતમાં એવો ઘણો સમય હોય છે, જ્યારે તમારે એમએસડીની જરૂર પડે છે. તમે જાણો જ છો કે તે જે ફિલ્ડ એરેન્જમેન્ટ પર નજર રાખે છે, ખેલાડીઓ સાથે હિન્દીમાં વાત કરીને તેમને જણાવે છે કે કેવો બોલ નાંખવાનો છે. આ વિરાટ માટે ઘણું ફાયદાકારક છે.

Previous articleટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો
Next articleલગ્નની તારીખ નક્કી થતા જ દીપિકા-રણવીર ઇન્સ્ટાગ્રામ પર નંબર વન બન્યા!