ક્ષયના રૂપમાં ફરી માથુ ઉંચકી રહેલ ભયંકર આંતકવાદ

1508

હૃદયરોગ, કેન્સર, એઈડઝ, લોહીનું ઉંચુ દબાણ, ડાયાબિટીસ વગેરેની માફક ક્ષય (ટી.બી) ફરીવાર એક ભંયકર રાક્ષસના રૂપમાં પોતાનો વિકારળ પંજો પ્રસરાવી રહ્યો છે. ‘‘વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજે તરના ક્ષય બાબતના અહેવાલો માત્ર ચોંકવનારા જ નહીં, રૂવાડા ઉભા કરી દે તેવાં કંપાવનારા છે’’ ખાસ કરીને એશીયા વગેરે વિકાસ પામતાં દેશોનાં સંદર્ભે.
આ ઘણો જુનો રોગ છે. તેને માટેનું કાણભૂત જીવાણું ટ્યુબરકલ બેસીલી, રોબર્ટ કોક નામના તબીબે ૧૮૮રમાં શોધેલું. શરૂઆતમાં અસાધ્ય ગણાતો રોગ ‘‘છેલ્લા દાયકાઓમાં તબીબી નવી નવી શોધોને પરિણામે કાબુમાં આવતો દેખાયેલો. પરંતુ છેલ્લાં દસેક વર્ષોમાં ક્ષયે જે આંતક ફેલાવ્યો છે તે જોતાં ર૧મી સદીની શરૂઆતમાં વિકાસ પામી રહેલાં દેશોમાં ક્ષય ચોક્કસપણે અગ્રક્રમ પર હશે.’’ આ દિશામાં આ વિષયનાં તજજ્ઞોએ ચિંતાભારી ચોંકાવનારી ચેતાવણીઓ ઉચ્ચારી છે. તે અનુસંધાને આ વિષયને લગતી ઉપયોગી માહિતી અને રોગને લગતી ખોટી માન્યતાઓ વિષે ટૂંકમાં જાણવું અત્યંત જરૂરી અને રસપ્રદ બનશે.
ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અન્ય એશીયન દેશો તથા આફ્રિકાના પછાત દેશોમાં આ રોગનું પ્રમાણ વધું છે. રોગના જીવાણું શરીરમાં દાખલ થાય ત્યારબાદ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે રોગ લાગુ પડે છે. મુખ્યત્વે ફેફસામાં વધુ જોવા મળે. પરંતુ વાળ અને નખને બાદ કરતાં શરીરના કોઈપણ અંગમાં ટી.બી. થઈ શકે છે. દા.ત. આંતરડા, હૃદય, મગજ, કીડની, હાડકા, લસીકાગ્રંથી, આંખ વગેરે વગેરે.
દરેક ઉંમરે ક્ષય થીઈ શકે. નાના શિશીથુ માંડી વૃધ્ધોમાં પણ. પરંતુ ૧પ થી ૩પ વર્ષની ઉંમરે પ્રમાણ સહુથી વધુ છે. ખરાબ વ્યસનો, કુપોષર્ણ, ગીચ વસ્તી, પ્રદુષિત વાતાવરણ, અજ્ઞાનતા, ગરીબી, આરોગ્ય જાગૃતિનો અભાવ વગેરે આ રોગની નીમંત્રે છે.
લક્ષણો :- શરૂઆતમાં લક્ષણોનો અભાવ હોય છે. પરંતુ પછી જ્યારે રોગ તીવ્રતા પકડે છે ત્યારે ‘‘ખાંસી, સાંજે કે રાત્રે તાવ, ગળફા નીકળવા, નબળાઈ, ભૂખ ઘટવી, કફમાં લોહી, છાતીમાં દુખવું, શરીરનું વજન ઘટવું, થાક વગેરે’’… જો કે સામાન્ય ઉપાયોથી ૧પ દિવસમાં ઉપરોક્ત લક્ષણો કાબુમાં ન આવે તો છાતીનો ફોટો, લોહી, કફ, તપાસ વગેરે દ્વારા ક્ષયનું પાંકુ નિદાન કરાય છે.
નિદાન :- ચોક્કસ નિદાન માટે છાતીનો એક્સરે ખૂબ જ જરૂરી છે. અન્ય ક્ષય માટે સલાહ મુજબ ઘણી જુદી જુદી તપાસો કરાય છે.
સારવાર :- ક્ષયનું નિદાન કરવું અધરું નથી. મોટા ભાગનાં કેસોમાં તે સહેલાઈથી પકડાય જાય છે. પરંતુ ‘‘આ રોગની સારવાર બાબત દર્દીએ ‘‘ખુબ જ’ વિગતવાર સમજણ આપવી અને તેનું પાલન કરાવવું એ ‘‘ધણું જ’ કપરૂ કાર્ય છે.’’આ વાત ફરીથી ભારપૂર્વક કહુ છું. કારણ કે સામાન્ય રીતે ૬ થી ૯ મહીનાનો કોર્સ કરવાનો હોય છે. પરંતુ સારવારની શરૂઆત બાદ ર-૩ મહીનામાં ક્ષયના જંતુઓ મુર્છીત થવાથી દર્દીને ખૂબ જ સારૂ લાગે છે એટલે મોટા ભાગના દર્દી રોગ મટી ગયો એમ માની સારવાર બંધ કરી દે છે. આનાં પરિણામે જંતુ ફરી સજાગ થઈ વધુ બળવત્તર બને છે અને સામાન્ય સારવારને ગાંઠતા નથી જેને તબીબો ‘‘રીઝીસ્ટન્ટ ડેવલપ’’ થયો તેમ કહે છે. આવા અધુરી સારવાર લેનારા પોતે તો ખૂબ હેરાન થાય જ છે. પરંતુ તેના શરીરમાં રહેલાં વધુ બળવત્તર બનેલાં ક્ષયના જંતુ ઉધરસ દ્વારા અન્ય નીરોગી વ્યક્તિનાં શ્વાસ દ્વારા તેનાં શરીરમાં હઠીલો ક્ષય ઉત્પન્ન કરે છે.’’ માટે ‘‘પુરો કોર્સ તથા નિયમિત સારવાર’’ વિષે જેટલો ભાર મૂકવામાં આવે તેટલો ઓછો છે. અધુરી સારવારથી જંતુ દવાઓથી ટેવાય જઈ હઠીલા બને છે. તેથી દવાની ધારી અસર નથી થતી. આવા દર્દીમાં રોગ વારંવાર ઉથલો મારે છે અને જે કાર્ય ૬ થી ૯ મહીનામાં થઈ શકે તે ૧પ-ર૦ વર્ષે પણ નથી થતું. ઉપરાંત અન્ય નજીકનાં સેંકડો લોકોને ક્ષયની ‘‘ભેટ’’ મળે છે તે વધારમાં.
ક્ષય કાબુમાં આવ્યો તે કેમ ખબર પડે ? : ક્ષય મટી ગયો છે તે દર્દી દ્વારા જ નક્કી કરાય તો ભયંકર પરિણામો આવી શકે. આ તબીબો એક્સ-રે, લોહી, કફ વગેરે તપાસ દ્વારા જ્યારે દર્દીને છાતી ઠોકીને કહે અને પાંકુ સર્ટીફીકેટ આપે કે તમારો ક્ષય મટ્યો છે ત્યારે પછી જ સારવાર બંધ કરવી. જરૂર પડે નિષ્ણાંતની પણ સલાહ લેવી. જરૂર પડે નિષ્ણાંતની પણ સલાહ લેવી. તજજ્ઞો તો ત્યાં સુધી સારૂ છે.’’
કેટલીક ખોઠી માન્યતાઓ પણ દરીયો આપીને સાચી હકિકત જાણીએ : (૧) ક્ષય રોગ વારસાગત નથી (ર) ક્ષયરોગ અંત્યંત ચેપી છે. (૩) પુરતી સારવાર કરવાથી ક્ષય ‘‘ચોક્કસ’’ મટી જાય છે. (૪) આ રોગને અટકાવાના પગલા લેવાથી તેનાથી ‘‘જરૂર’’ બચી શકાય છે. (પ) બાળકોમાં આ રોગ થાય જ નહીં તે માનવું ભૂલ ભરેલું છે. (૬) ક્ષય વિરોધી રસી નુકસાન કરે છે તે માન્યતા મુર્ખાઈ ભરેલી છે. વિકાસ પામેલા દેશોમાં આ રસીએ ઘણી જગ્યાએ ક્ષયનું નામોનીશાન મીટાવી દીધુ છે. (૭) ધુમ્રપાન કરવાથી ચોક્કસપણે આ રોગ થવાની શક્યતાઓ વધે છે. (૮) આ રોગની સારવાર અતિ ખર્ચાળ છે એ વાત કબુલ. પરંતુ જ્યારે મહામુલુજીવન બચતું હોય તો ખર્ચ બાબત જોવુ ન જોઈએ. ઉપરાંત ગરીબ દર્દી માટે ‘‘મફત સલાહ, તપાસ, સારવાર વગેરે સરકાર દ્વારા પ્રાપ્ય છે. જરૂરતમંદો માટે અર્ધ સરકારી તંત્ર, સેવાકિય સંસ્થાઓ, દાતાઓ વગેરે પણ ઘણાં છે. મુખ્ય વાત છે ક્ષયરોગ પ્રત્યેની ‘‘જાણકારી અને આળસનો ત્યાગ’’
ક્ષયરોગથી બચવા માટે : (૧) જે દર્દીના કફમાં રોગના જંતુઓ હાજર હોય તેને અલાયદો રાખી તેનાં કફનો નાશ કરી તેને સંપૂર્ણપણે ક્ષયમુક્ત કરવો અત્યંત જરૂરી છે. (ર) ક્ષય વિરોધી રસી જરૂર જરૂર મુકાવી. (૩) રોગપ્રતિકારક શક્તિ વધારવા પોષણયુક્ત આહાર, યોગ્ય વ્યાયામ, વ્યસનમુક્તિ, સ્વચ્છ હવા વગેરેનું મૂલ્ય કદકેરૂં છે.
‘‘ક્ષયરોગની દવા, રસી વગેરેનાં ડોઝ બાબત સંપૂર્ણપણે ડોક્ટરની સલાહ પરજ આધાર રાખવો. જાતો ઓછો ડોઝ લેવો એટલે ભંકર પરીણામને આમંત્રણ …’ ઘણી નવી દવાઓ આવતી જાય છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જરૂરી છે.
દવા ઉપરાંત પૌષ્ટિક આહાર, શુદ્ધ હવા તથા પુરતો આહાર તબીબની સલાહ મુજબ લેવો. ઘણા કેસોમાં દવાથી ન મટે તો શસ્ત્રક્રિયા કરીને પણ ફેફસાનો ખબાર ભાગ કાઢી નાખ્યા બાદ દર્દી વર્ષોનાં વર્ષો સુધી સામાન્ય જીંદગી જીવ જાય છે.
‘‘ખાસ યાદ રાખવુ કે જેટલું વ્હેલું નિદાન તેટલું સારૂ પરિણામ …’’મોટા ભાગના દર્દી સારવાર કરતાં કરતાં પોતાનું રોજીંદુ કાર્ય કરી શકે છે. શરૂઆતના તબક્કામાં જ સંપુર્ણ આરામની જરૂર પડે છે. ક્ષયના દર્દીને ધિક્કારવાની કે તેનાં તરફ નકારાત્માક વલણ રાખવાની બિલકુલ જરૂર નથી. અલબત્ત કફમાં ક્ષયના જંતુ મોજુદ હોય તેવા દર્દી જ અલાયદો રાખવો જોઈએ.
માત્ર ભારતમાં જે એક ગણત્રી પ્રમાણે ક્ષયના ૪ થીપ કરોડ દર્દીઓ છે. જે વિશ્વભરમાં સહુથી વધુ છે. અગાઉ જણાવ્યા મુજબ પરિબળો તે કારણભુત છે. તેને બરાબર ઓળખીને અટકાવીએ તો આ મહારાક્ષસના વિકરાળ પંજામાથી મૂક્ત થઈ જવાની શક્યતા ઘણી છે.
અંતમાં : ક્ષયની ભયંકરતા ઓછી ને આંકીએ, તે બાબત વધુને વધુ જાગૃતિ માટે દરેક માધ્યમો દ્વારા ભરપુર પ્રચાર દ્વારા ક્ષય જાગૃતિની મશાલ પ્રગટાવીએ. ફરી ભારપુર્વક કહેવું જરૂરી છે કે વ્હેલું નિદાન, પુરતી સારવાર અને નિયમિત સારવાર સાથે રોગથી બચવાનાં તમામ ઉપયોગો હૃદયપૂર્વક અમલ કરીએ અને કરાવીએ. ક્ષયનું અલપઝલપ
-સદીઓ જુના આ ‘‘રાજરોગ’’ કેટલાંય ઉતાર ચઢાવ જોયા છે. અને ફરીથી ર૧મી સદીમાં રોગોનો રાજા બની ‘‘નંબર વન’’ બની જાય તેવી સંભાવના પુરેપુરી છે. -અત્યાર સુધીમાં કરોડો મોત નીપજાવનાર, અબજો ખર્વો રૂપીયા તથા માનવ કલાકો બરબાદ કરનાર આ રોગની ભયાનકતા જરાય ઓછી ન અંકાય. – થોડા વર્ષો પહેલાં ભારતમાં એવું લખાતું હતું કે લગભગ ટી.બી. ક્ટ્રોલ થઈ ગયા છે. પરંતુ છેલ્લા દસ વર્ષમાં ફરીથી આ રોગે પોતાનું ભયંકર પોત પ્રકાશી ઝેરી માયાજાળ ફેલાવી છે. -રોગના પ્રચાર માટે ડઝન જેટલાં કારણોમાં મુખ્યત્વે ‘‘ગરીબી, ગંદગી, આરોગ્ય જાગૃતિનો અભાવ, ધુમ્રપાન ’’ વગેરે મુખ્ય છે. – ‘‘અધુરી સારવાર’’ ધણી જ ભયાનક હોવાથી લેખમાં વારંવાર ઉલ્લખ કરાયો છે. -ક્ષયના રોગીને એઈડ્‌ઝ તથા અન્ય રોગ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. -ડાયબિટીસ તથા ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવનારને ક્ષય લાગુ પડવાની શક્યતા ઘણી વધુ હોય છે.

Previous articleમહાપાલીકાનું બોર્ડ છે કે બકાલા માર્કેટ !
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે