દિલ્હીમાં બિલ્ડિંગની લિફ્ટના તાર તૂટી જતાં એન્જિનિયર સહિત ચારના મોત

880

દિલ્હીના નરેલા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં એક નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટના તાર તૂટી જતાં ઈંજીનીયર સહિત ૪ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અંગે મળતી જાણકારી અનુસાર બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક ક્રેનના તાર તુટી ગયા, જ્યારે આ ઘટના બની ત્યારે તેના પર ઈંજીનીયર અને ૩ મજૂર સવાર હતા. ક્રેન જમીન પર પટકાવાથી ચારેય લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.

લિફ્ટ જમીન પર પટકાતાં ઘટનાસ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુરંત સત્યવાદી રાજા હરીશચંદ્ર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પરંતુ ડોક્ટરએ ચારેયને મૃત ઘોષિત કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી હતી.

આ ઘટનામાં ખાનગી કંપની વિરુધ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. હાલ પોલીસ દુર્ઘટના અંગે તપાસ કરી રહી છે. જો કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર લીફ્ટના ચાર તુટ્યા અને ક્રેન ઝડપથી જમીન પર પટકાઈ જેના કારણે તેના પર સવાર લોકોના મૃત્યુ થયા છે.

Previous articleઅંધાધૂંધ લોનના લીધે દ્ગઁછની કટોકટી સર્જાઈ : અરુણ જેટલી
Next articleરાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે : ૧૦ દિવસનું એલર્ટ જાહેર