રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે : ૧૦ દિવસનું એલર્ટ જાહેર

992

રાજધાની દિલ્હીના હવામાનમાં ઝેરી હવાની ચાદર છવાતા દિલ્લીવાસીઓ માટે હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાનમાં ફેલાયેલી આ પ્રદુષિત અને ઝેરી હવાની ચાદર જીવલેણ બની શકે છે. જે અંતર્ગત કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ એટલે કે ઝ્રઁઝ્રમ્ દ્વારા દિલ્હીમાં ૧૦ દિવસનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે દિલ્હીની હવામાં પ્રદુષણના સામે આવેલા આંકડા પણ આશ્ચર્યજનક છે.

એર ક્વોલીટી ઈન્ડેક્સમાં ઁસ્ ૨.૫ ૨૮૮ અને ઁસ્ ૧૦ ૨૮૦ પર પહોંચી છે. ઉત્તર દિલ્હીમાં જહાંગીરપુરી, પશ્ચિમ દિલ્લીમાં મુંડકા, દક્ષિણ દિલ્લીમાં દ્વારકા અને પૂર્વ દિલ્હીમાં આનંદ વિહારમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે.

આ બંને આંકડા ગંભીર શ્રેણીમાં આવે છે. ત્યારે ઝ્રઁઝ્રમ્એ એલર્ટ પણ જાહેર કર્યું છે. લોકોને પહેલી નવેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી ઘરની બહાર ઓછું નીકળવા અપીલ કરી છે.

એટલું જ નહીં પણ સાથો સાથ લોકોને સવારે વોકિંગ પર ન જવા પણ અપીલ કરી છે. ઝ્રઁઝ્રમ્એ જાહેર કરેલા એલર્ટ મુજબ, દિલ્હીમાં દિવાળી બાદ આ સ્થિતિ વધુ બગડી શકે છે. જે દિલ્હીવાસીઓને બીમાર કરી શકે છે.

Previous articleદિલ્હીમાં બિલ્ડિંગની લિફ્ટના તાર તૂટી જતાં એન્જિનિયર સહિત ચારના મોત
Next articleટેક્નોલોજી વગર જીવનની કલ્પના પણ મુશ્કેલ : પીએમ મોદી