યૌન શોષણ મામલે ગૂગલમાં કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

651

દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની ગૂગલ યૌન શોષણના મામલાઓથી બાકાત નથી રહી. ગૂગલના ૨૦૦થી વધારે કર્મચારીઓ યૌન શોષણ મામલાઓ વિરૂદ્ધ પ્રદર્શન કરશે. તેમનું આ પ્રદર્શન કંપનીના રક્ષણાત્મક વલણ સામે છે જે કંપનીએ તેના ઉચ્ચ કર્મચારી માટે અપનાવ્યું હોવાનું માનવામાં આવે છે. ’ફાધર ઓફ એન્ડ્રોઇડ’ તરીકે ઓળખાતા એન્ડી રૂબિન સામે યૌન શોષણના આરોપ લગાવામાં આવ્યા હતા.

કર્મચારીઓ દ્વારા ગુરૂવારે પ્રદર્શન કરવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ખુલાસો થયો હતો કે ગૂગલે વિતેલા બે વર્ષમાં યૌન શોષણ મામલે ૪૮ લોકોને કંપનીમાંથી બરતરફ કર્યા હતા. ગૂગલના સીઇઓ સુંદર પિચઇ તથા પીપલ ઓપરેશન વીપી ઇલિન નોટન દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા ઇ-મેલ મુજબ, બરતરફ કરાયેલા લોકોમાં ૧૩ સીનિયર મેનેજર હતા.

એક રિપોર્ટ મુજબ યૌન શોષણના આરોપ હોવા છતા રૂબિનને નવ કરોડ ડોલરનું એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યું હતું. જેના પછી ગૂગલના સીઇઓએ કર્મચારીઓને ૪૮ લોકોને કંપનીમાંથી બરતરફ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. કંપનીએ જણાવ્યું કે સીનિયર કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલા દુરવ્યવહાર સામે કડક વલણ અપનાવામાં આવ્યુ છે અને કોઇ પણ કર્મચારી પોતાની ઓળખાણ છુપાવીને ફરિયાદ નોંધાવી શકે છે.

Previous articleગુજરાત સહિત ચાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ
Next articleડ્રિપ કેપિટલે રાજકોટના નિકાસકારો સાથે ગાઢ ચર્ચા કરી