હાઇડ્રોલીક જેકથી અંબે માનું મંદિર આંખે આખું ઉંચકી ૩ ફૂટ ઊચું લેવાયું

1061

બાયડ તાલુકાના ડેમાઈ ગામે ગામ તળની સપાટી ઊંચી આવતા ૨૦ વર્ષ જૂના અંબાજી માતાજીનું સ્થાનક જમીનમાં નીચે જતું રહ્યું હતું. જોકે સેંકડો ભક્તોની આસ્થા જોડાયેલા આ મંદિરને હાઇડ્રોલીક જેકની મદદથી જમીનથી ઉંચકાવી ત્રણ ફૂટ ઉંચું લેવાતા ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું.

રાજ્યમાં અનેક દેવી-દેવાલયો લાખો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા છે. એક માન્યતા મુજબ કોઈ પણ મંદિર કે દેવી-દેવતાની મૂર્તિ ખંડીત થાય તો ધાર્મિક લાગણી દુભાય માટીનું પુરાણ વધતા ગામતળનું લેવલ ઉંચું આવી ગયું હતું અને માતાજીનું સ્થાનક ધીમે ધીમે જમીનમાં જતું રહ્યું હતું.

રમેશભાઈ પંડયા અને જીતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર મંદીરની તોડફોડ કરી નવું બનાવે તો ખંડીત થવાની ભીતિ રહેવાથી હાલના યાંત્રિક યુગમાં હાઇડ્રોલીક જેકની મદદથી માત્ર ૧૦ દિવસમાં આખેઆખું મંદિર ઉંચકી જમીનથી ત્રણ ફૂટ ઊંચું લેવામાં આવ્યું હતું.

યાંત્રિક સાધનોની મદદથી કોઇ પણ ક્ષતિ વગર જ માતાજીનું સ્થાનક સહિસલામત જમીનથી ઉંચું લેવાની કામગીરી જોઈ ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું.૨૦ વર્ષ જૂના મંદીરને કોઈ પણ પ્રકારની ક્ષતિ ન પહોંચે અને હેમખેમ ઊંચું લેવાય તે માટે ૪૦ ટન વજન ખમી શકે તેવા ૫૦ જેટલા હાઇડ્રોલીક જેકની મદદ લેવામાં આવી હતી અને દસ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Previous article‘ગ’ રોડનું નામ સરદાર પટેલ માર્ગ છે?’ઃ ૯૫% લોકો અજાણ
Next articleઉત્તર ગુજરાતમાં આજ રાતથી નર્મદાનું પાણી કેનાલોમાં બંધ થશે