કલસ્ટર મેગા જોબ ફેરનું આયોજન

1480

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ સેલ અને પ્લેસમેન્ટ સેલનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગરની એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે  ભાવનગર, બોટાદ તથા અમરેલી જિલ્લા ઓનો સંયુક્ત “ક્લસ્ટર મેગા જોબ ફેર” નું સફળતા પૂર્વક આયોજન થયેલ હતું.

ભરતી મેળાનું ઉદઘાટન સમારોહ ડૉ.ગિરીશભાઈ વાઘાણી, કુલપતિના અધ્યક્ષ સ્થાને અને ભાવનગરની એક્રેસિલ પ્રા.લી. નાં સી.ઇ.ઓ.  ચિરાગ પારેખની ઉપસ્થિતિમાં યોજોયો હતો. કાર્યક્રમમાં પ્રાદેશિક રોજગાર નાયબ નિયામક જે. ડી.જેઠવા, આચાર્ય કે.એસ.વાટલિયા,  એમ.જે. કોલેજ ઓફ કોમર્સ, તેમજ ત્રણ જિલ્લાની રોજગાર કચેરીના અધિકારી – એસ.પી.ગોહિલ, એન.જે.દવે, પી.કે.ત્રિવેદી,  ડી.આર.ધોળકિયા તથા  સી.જે.દવે સહિત આઇ.ટી.આઈ ભાવનગર અને રોજગાર કચેરી પરિવારના સર્વે સ્ટાફ દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે સુંચારું વ્યવસ્થાપન ગોઠવવામાં આવેલ હતી. કુલપતિ દ્વારા યુવાનોને ઉઘડતી ક્ષિતિજો અને સ્કિલ્ડનું મહત્વ સમજાવેલ હતું. ચિરાગ પારેખ એ  અંગ્રેજી, કોમ્પ્યુટર પરનાં પ્રભુત્વ તથા કોમ્યુનિકેશન સ્કીલ પર ભાર મૂકી પ્રગતિ માટે પ્રારંભ કરવા શીખ આપી હતી. આજના રોજગાર ભરતી મેળામાં ત્રણ જિલ્લાનાં કુલ ૩૭૦૦ ઉમેદવારો ઉપસ્થિત રહી ૫૫  નોકરીદાતાઓ પાસે પોતાની યોગ્યતા પુરવાર કરવા તક પ્રદાન થયેલ હતી.

Previous articleશિશુવિહાર સ્કુલની સામેના મકાનમાંથી ચોરી કરનાર ચાર રીઢા તસ્કર  ઝડપાયા
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.માં સરદાર પટેલની પુષ્પાજંલિ કરવામાં આવી