દેશી ખાતર અને માવજત થકી થતું રીંગણાનું ઉત્પાદન

1582

ભાગ્વનગવર શહેર સમીપ વસેલા ગામડા ઓમાં થોડા સમયની ખેતી તરફ જુકાવ વધી રહ્યો છે. સમય સર અને સારા ઉત્પાદનને પગલે પ્રતિવર્ષ વધુને વધુ ખેડુતો રીંગણાની ખેતીની પહલ કરી રહ્યા છે.

વર્ષો પૂર્વે ભાવેણામાં બારમાસી શાકભાજી ની ખેતીમાં સાગરતટ પર વસેલા ગામડાઓનુ વિશેષ પ્રભૂત્વ હતુ પરંતુ ખેતી ક્ષેત્રે અર્ધતન ટેન્કોલોજીલનો મહત્ત્મ ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તાના બીરોપણની શોધ ની ફુલ શ્રુતિ એ હવે માત્ર સાગર તટના ગામડા ઓ જ નહી પરંતુ અન્ય ગામડાઓમાં પણ ખેડુતો સરળતા પૂર્વક શાકભાજીની ખેતી કરતા થયા છે. આવા શાકભાજીઓમાં રીંગણની માંગ બારે માસ રહે છે. પરંતુ શરૂ ઋતુમાં તેને આરોગ્ય નારા ઓની સર્વાધિક માંગ રહેતી હોય ઉપરાંત શિયાળા ના પ્રાંભ રીંગણાના ઉતારાની શ્રેષ્ઠ મૌસમ ગણાય છે.

ભાવગનર જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી ચોમાસા દરમ્યાન વરસાદની અનિયમિતતા, સિંચાઈ, પિયતનો અભાવ મહામહેનતે પકવેલ ખેત પેદાશના પોષાણ સમ પણ ભાવો ન મળતા સહિતના સેંકડો પડકારો ખેતીને ખર્ચાળ બનાવી રહ્યા છે ત્યારે આવા વિષમ પરિબળો નો પણ આગ્યન કુનેહ શક્તિ-કોઠા સુઝને લઈને પ્રગતિ શીલ ખેડુતો આફતને  પણ અવસર માં તબદીલી કરી રહ્યા છે. આપણા સમાજનો ૯૦ ટકા વર્ગ રોજીંદા ખોરાકમાં શાકભાજીનો બહોળો ઉપયોગ કરે છે. પરંતુ સિઝન દરમિયાન મોલ નો મોટા પ્રમાણમાં ઉતારો ઉત્પાદન ખેડુતો માટે મોટી સમસ્ય્નું કારણ બને છે કારણ કે વધુ આવકને પરિણામે ભાવ ઘટે છે. શહેર નજીક ચિત્રા-ફુલસર વિસ્તારમાં વાડી ધરાવતા હિંમતભાઈ દેવજીભાઈ બારૈયા તથા તેમના પુત્ર કપીલ એ રીંગણાની શ્રૈષ્ઠ ખેતી સાબીત કરી છે. પ્રાચીન એત પદ્ધતિ તથા આધુનિક બિયારણ ટકનોેલોજી નો મહત્તમ ઉપયોગ કરી ખબુ ઓછા સમયમાં, ઓછા પાણી તથા અન્ય ખર્ચની મદદ વડે ટૂંકા સમયગાળાની સારી ખેતી થકી અન્ય ખેડુતોને રાહ ચિધ્યો છે. વંશ પરંપરાગત ખેતી નું સારુ જ્ઞાન-આવડત ધરાવતા કપીલ ભાઈ ના જણાવ્યા અનુસાર એક વીઘા માં રીંગણીના રોપની સોપણી બાદ યોગ્ય માવજત કુદરતની મહેરબાની થી સારી આબોહવા ની ફળશ્રૃતિએ માત્ર સાડાત્રણ માસના સમયગાળામાં રીંગણાનું ઉત્પાદન લઈ શકાય છે. એક વિઘા દીઠ કુલ ખર્ચ સમગ્ર સિઝન નો રૂ. ૮ થી ૧૦હજાર જેવો સરેરાશ એવરેઝ ખર્ચ લાગે છે જેમાં ખેડુત વિઘા દીઠ રૂ રપ થી લઈને ૩પહજાર જેવું આર્થીક વળતર મેળવી શકે છે. આથી વધી રૂ.૧પ થી રપહજાર જેવો નફો રાખી શકાય છે. રીંગણાના રોપની સોંપણી પૂર્વે તૈયારી કરેલી જમીનમાં દેશી છાણીયા ખાતર નું પ્રમાણ વધુ રાખવું ઉપરાંત રોપના વિકાસ સમયે જરૂર જણાયે ગૌમુત્ર, લીમડા નું દ્વાવણ જરૂરીયાત  મુજબ છાંટવું આથી છોડ તથા પાક કિટકોનો ઉપદ્રવ થશે નહી અને રાસાયણીક ઝંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડશે નહી. પ્રારંભ કાળથીજ છાણીયા ખાતર નો સારો ઉપયોગ હોવાને કારણે જમીનની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધશે પરિણામે પિય ત ઓછું આપવું પડશે ઉપરાંત ખેડુતે છોડની જરૂરીયાતો અનુસાર શક્યહોય ત્યાં સુધી રાત્રે પિયત આપવુ જે એક સારૂ પરિણામ મારા અનુભવ મુજબ નોંધ્યું છે.

આ પદ્ધતિને અનેક ખેડુતો અનુસારી રહ્યા છે

રિંગણા બારે માસ માર્કેટમાં મળે છે પરંતુ શ્રેષ્ઠ રીંગણા તથા આરોગવાની સારી ઋતુ શરદ ઋતુ છે આ ઋતુ દરમ્યાન મંદ ગતીએ શિયાળાની શરૂઆત હોય છે એ સમયે પાકતા રીંગણા માં કુદરતી મિઠાશ હોય છે આ રીંગણા નું શાક ઉંધીયુ તથા રીંગણા નો ઓળો (ભડથું) લોકોમાં ખૂબજ પ્રિય હોય છે વળી શિયાળાના સમયમાં લગ્ન લગ્નાદી પ્રસંગો વિવિધ તહેવારો માં રીંગણાની બહોળી માંગ નિકળે છે.  તો બીજી તરફ આયુવૈદ શાસ્ત્ર માં પણ રીંગણા ના બહોળા ગુણ ગાણ ગવાયા છે. શાસ્ત્ર મત મુજબ શિશિર ઋતુ માં રીંગણા આરોગવાથી શરિર પૃષ્ઠ બને છે ધાતુ માંસ પેશીઓ મજબુત બને છે રીંગણા બળ પ્રદાન કરનાર તથા  કફાદોષનું શમન કરનાર જણાવ્યા છે. રોગ પ્રતિકારક શક્તિમાં વૃધ્ધી થાય છે. ખનીજ તત્વોમાં ભંડાર એવા રીંગણા આરોગવાતી અનેક પ્રકારના ફાયદા ઓ વર્ણવ્યા છે પરંતુ જે લોકોના શરિર માં પિત્ત પ્રોકપ જવર કે ગરમીનુ પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિઓનુ પ્રમાણસર રીંગણાનો ઉપયોગ કરવો હિતાવહ છે.

Previous articleઅમિતાભ બચ્ચનના જન્મદિને ફોટોગ્રાફર અજય જાડેજાએ ફોટોની ગીફટ આપી
Next articleબોટાદ ખાતે દિવ્યાંગ ભાઈ – બહેનો માટે જિલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ યોજાયો