સત્ય, પ્રેમ અને કરૂણાએ ત્રિભુવન છે – પૂ બાપુ

960

પૂજય બાપુની  પાવન પ્રાકટયભુમિ તલગાજરડા, ત્રિભુવનતીર્થ ખાતે માનસ ત્રિભુવનની આજની છઠ્ઠા દિવસની કથા પ્રારંભે મૌલાના સરફરાઝ નકવી સાહેબે કહ્યું કે ખુદા-ભગવાને માણસને એટલા માટે બનાવ્યો છે કે પૃથ્વી પર સહુ હળીમળીને ભાવ-પ્રેમ અને સહકારથી જીવે તેમણે કહ્યું કે નાનકડા તલગાજરડા ગામમાં મહોબ્બત મળે છે, પ્રેમ વહેચાય છે એટલે દેશના ખુણે ખુણેથી લોકોઅ ાવ્યા છે. કબીરના દોહાને ટાંકતા એમણે કહ્યું કે ભગવાન અને ગુરૂમાં બન્ને પૈકી ગુરૂના ચરણ પકડો કારણ કે ગુરૂ જ અલ્લાહ સુધી પહોંચાડે છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને તમામ ધર્મના લોકો બાપુ પાસે પ્રેમ ધામવા આવે છે. જેમ મહમ્મદ પયંગબર સાહેબે પોતાના પર કચરો ફેંકનાર મહિલા પર પણ કરૂણા વરસાથી એમ મોરારિબાપુ પણ સમીર-ગરીબ, હિન્દુ-મુસ્લિમ, કાળા-ગોરા… સહુ પર સમાનરૂપે પ્રેમની વૃષા કરે છે. મૌલાનાએ બોર્ડર પર આપલી રક્ષા કરનાર સેનિકોની અલ્લાહ રક્ષા કરે એવી ભાવના પ્રકટ કરી, વીર જવાનોની માતાઓને સલામ પાઠવી.

ન શીકવા, ન શગીલા કરતે હૈ, આપ સબ સલામત રહે, બસ યેહી દુઆ કરતે હૈા એ શેર સાથે તેમણે વ્યાસપીઠ અને હિન્દુસ્તાનની ભુમિને દુઆ સલામ પાઠવ્યા.

કથાનો પ્રબારંભ કરતાં પુજય બાપુએ કહ્યું હિન્દુ મુસ્લિમના પ્રસંગોમાં જાય અને મુસ્લિમ હિન્દુની સભામાં જાય એ સહજ પ્રક્રિયા હોવી જોઈએ.

ત્રિભુવનનો અર્થ કરતા બાપુએ કહ્યું કે શિવ ત્રિભુવન ગુરૂ છે, વિષ્ણુ ત્રિભુવન પતિ છે, બ્રહ્મ ત્રિભુવન સર્જક છે, ગંગા ત્રિભુવન તારિણી છે. મારી દ્રષ્ટિએ સત્ય, પ્રેમ અને કરૂણાએ ત્રિભુવન છે. સત્ય હંમેશા ઉંચુ હોય. સત્ય જેનામાં હોય એ હંમેશા બીજા કરતા ઉંચો હોય. સત્ય એ જ સ્વર્ગ છે. પણ સ્વર્ગમાં પ્રેમ નથી. પ્રેમ તત્વ પૃથ્વી પર જ છે. અને કરૂણાએ પાતાળ જેટલી ઉંડી છે. કરૂણાની ઉંડાઈ પાતાળ જેટલી છે.

તલનો અર્થ પાતાળ અને ગાજર એટલે પૃથ્વી ‘ડ’નો સ્વર્ગકોષમાં અર્થ છે બધાને પકડી રાખવું એટલે તલગાજરડા એ જ ત્રિભુવન છે. તલ એટલે કરૂણા, ગાજર એટલે પ્રેમ અને ‘ડ’ એટલે ધારણ કરવું એટલે સત્ય. આ તો એક સામાન્ય વિવેકપુર્ણ વાત છે.બ ાકી તમે બધા ત્રિભુવનને વિશાળ અર્થમાં લેજો.

જગતમાં સાત પ્રકારની સંસદ હોય છે. એક બ્રહ્મ સંસદ (કઠોપનિષદ) બીજી સાધુ ભેગા થાય એ સાધુ સંસદ (માનસ), વ્યવહાર જગતની લોકસભા, રાજયસભા, યુનો સંયુકત સંસદ છે. ગીતમાં અરતીર જનસંસદ જેને ભીડ સાથે સંબંધ નથી. બ્રહ્મ સંસદમાં બ્રહ્મતત્વની ગુઢ-ગહન ચર્ચા થતી હોય ત્યાં બોલનારા કે સાંભળનારા સામાન્ય ન હોય. મારી દ્રષ્ટીએ અત્યારે  તલગાજરડામાં ત્રિભુવનિય સંસદ છે. કઠોપનિષદ અનુસાર શ્રોતા નચિકેતા જેવો હોવો જોઈએ. આચાર્ય નહીં અને ત્યાં સુધી બેસી રહીશ પણ વિદ્યા લઈને જઈશ એવો શ્રોતાનો સંકલ્પ હોવો જોઈએ. વકતા  યમ જેવો હોવો જોઈએ. નાકનકડા નચિકેતાને અગ્ની વિદ્યા આપે છે. એટલો સરળ અને નિરાભિમાની વકતા હોવો જોઈએ. જયાં જયાંઅ ધિકારી વકતા હશે ત્યાં કથાએ ત્રિભુવનિય સંસદ છે. બાપુએ એક સંસદને સાહિત્ય સંસદ કહી.

કથાના ફમમાં પૂજય બાપુએ પાર્વતી સાથે લગ્ન પછી ભગવાન શંકર રામની કથા સંભાળવે છે. તેનું વર્ણન કરતાં કહ્યું કે પાર્વતિજીને શંકરે વામભાગમાં બેસાડયા બાપુએ કહ્યું કે મને લાગે છે કે શિવજીના હૃદયનો આદર સ્વીકારીને પછી પાર્વતિજી શિવ સન્મુખ બેઠા હશે. કારણ કે કથાનો સન્મુખ બેસીને જ સાંભળી શકાય.

શિવજીએ કથા પ્રારંભે પોતાના ઈષ્ટદેવ બાલરામનું સ્મરણ કર્યું પછી કથામાં શિવજી પ્રથમ વાકય બોલે છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુન્હ સમાન નહીં કોઉ ઉપકારી

કથાનો પ્રારંભ ધન્યતાથી થાય છે, મધ્યમાં પણ ધન્યતા છે અને અંતમાં પણ ધન્યતા છે. આમ કથામાં અંતમાં ધન્યતા છે. શિવજી કહે છે કે પાર્વતિજીએ પ્રશ્ન પુછયો એ નિમિત્તે સકળ જગ પાવની ગંગા તુ રૂપી કથાનું અવતરણ થશે.

બાપુએ જ્ઞાનના ચાર પ્રકાર ગણાવતા વિયરિત જ્ઞાન, ભ્રાંતજ્ઞાન, આરોપીતજ્ઞાન અને વિવેકહીન જ્ઞાનની સંક્ષિપ્ત ચર્ચા કરી.

જે હોય તેના કરતા વિપરીત જ દેખાય તે વિપરિત જ્ઞાન, જે ન હોય એની ભ્રાન્તિ થાય એ ભ્રાન્ત જ્ઞાન, જે ન હોય એનું આપણે આરોપણ કરીએ એ આરોપીત જ્ઞાન, અને જેમાં વિવેક ન હોય, માત્ર માહિતી જ હોય એવું જ્ઞાન. બાપુએ રામ અવતરણના પાંચ હેતુ ગણાવ્યા, પ્રથમ જય-વિજય તત્વાર્થ કરતા બાપુએ કહ્યું કે આપણો જય-વિજય થાય એવી એષણા જ આપણા માટે પરમાત્માના દ્વારા ખુલવા નથી દેતી. બીજુ કારણ જલંધર, વૃંદાના પાતિવ્રત્યધર્મના ભંગથી ક્રોધીન થયેલ સતિવૃંદાનો શ્રાપ મળવાથી રામજન્મ  થયો. ત્રીજુ કારણ નારદનો શ્રાપ, ચોથું કારણ મનુ-શતરૂપાનું તપ, પાંચમું રાજા પ્રતાપભાનુંને મેળલો બ્રહ્મણોનો શ્રાપ.

રામાયણમાં રામ ખવતાર પહેલા રાવણના જન્મની કથા લખી છે. પહેલાં નિશાચરની કથા અને પછી સુર્યવંશની કથા છે. રાવણના કારણે પૃથ્વી પર ભ્રષ્ટાચાર, પાપાચાર વધ્યો. પરિણામે પૃથ્વી, ઋષિઓ અને દેવતાઓની પ્રાર્થનાથી પરમાત્માએ રઘુવંશમાં આવતાર  ધારણ કરવાનું વચન આપ્યું. રઘુકુળમાં દશરથજીના

માનસ ત્રિભુવન વિશેષ

૧. રામકથામાં પ્રતિદિન શ્રોતાઓનો પ્રવાહન વધતો જાય છે. ગઈકાલે અંદાજ ૮૦,૦૦૦ શ્રોતાઓને કથા શ્રવણનો લાભ લીધો હતો. જયારે બપોરે ૭પ,૦૦૦  ભાવકોએ પ્રભુ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજના પણ ૩૦,૦૦૦ જેટલા ભાવકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

ર. રકતદાન શિબિરમાં ગઈકાલ સુધીમાં ૧૧૧ બોટલ રકતદાન થયું હતું. આયોજકોની લાગણી ૮૧૮ બોટલ રકત એકત્રિ થાય એવી છે.

૩. ગઈકાલે સાંજે પૂજય બાપુએ સ્વયંસેવકોની મુલાકાત લીધી હતી. બાપુએ જણાવ્યું હતું કે સ્વયંસેવક ભાઈ-બહેનો કથા શ્રવણ કરી શકતા નથી. પણ તેઓ જે વિવેક અને શીલથી શ્રોતાઓ- ભાવકોને સેવા પીરસે છે એ કથા શ્રવણ કરતાં પણ વિશેષ છે. બાપુએ સહુને સાધુવાદ આપી, પ્રસનતા વ્યકત કરી હતી. અને રસોડાની શિસ્તબદ્ધ સેવા અને વ્યવસ્થા અંગે રાજીપો વ્યકત કર્યો હતો.

૪. યુવા કથાકાર રાધે રાધે શ્રી જીજ્ઞેશ દાદા, ગુજરાત રાજયના વરિષ્ઠ મંત્રી વાસણભાઈ આીહર, સુરતના  ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મહંત દુર્ગાદાસજી (સાયલા), સાંસદ પુનમબેન માડમ, શ્રીમતિ ભાવના મકવાણા વગેરે સહુ નિમંત્રિતોએ વ્યાસપીઠની ભાવવંદના કરી, મુસ્લિમ ધર્મગુરૂ મૌલાના સરફરાઝ નકવી સાહેબે વ્યાસપીઠનો ભાવવંદના કરી.

પ. સ્મૃતિર્લબ્ધા પુસ્તક લેખિકા શ્રી સુધા રાચાણીએ જેમાં પૂજયયાદ ત્રિભુવનદાદની સ્મૃતિઓનું સંકલન કર્યું છે તે પુસ્તકનું વિમોચન પૂજય બાપુના વરદ હસ્તે થયું કથાઓમાં દાદાજીની જે જે યાદો પુજય બાપુએ વાગોળી હોય તેનું સંકલન આ બુકમાં છે.

૬. બાપુએ કહ્યું કે બધાં જ જે જાહેરમાંબ ોલે છે તે પોતાના ગ્રુપમાં પણ બોલે તો વિશ્વ શાંતિ સ્થપાઈ જાય. પણ મોટાભાગના આપુ કરતાં નથી. જાહેરમાં ટટ્ટાર થઈને બોલે છે પણ પોતાના ગ્રુપમાં કટ્ટર થઈ જાય છે.

૭. ગાંધીજી ઈશ્વરને જ સત્ય માનતા પણ પછી બાપુએ વાકય ફેરવ્યું કે સત્ય જ પરમાત્મા છે. ઈશુ ખ્રીસ્તે ઈશ્વરને જ પ્રેમ માન્યો પણ સાક્ષાત્કાર પછી માન્યું કે પ્રેમ જ ઈશ્વર છે. ભગવાન બુદ્ધે પણ અંતે કહ્યું કે કરૂણા એ જ ઈશ્વર છે.

૮. કથાએ ત્રિભુવનિય સંસદ છે, કારણ કે કથા સકલ લોક જગપાવતી ગંગા છે. જો કથાકાર સંકીર્ણ હોય તો તે ત્રિભુવનિય સંસદ નથી રહેતી. કથા વૈશ્વિક છે. એમાં પોતાની રીતે છેડછાડ થાય તો તે ત્રિભુવનિય રહેતી નથી. જયાં ભગવાનની કથા મંડાય છે. ત્યાં બધુ સમન્વીત થાય છે.

૯. બાપએ પોતાના  પ્રારંભના દિવસોમાં ગામના ટંબેે ગાય,ભેંસ,બકરા ભરાવતા ત્રણ શ્રોતાઓ સામે કથા કરેલી એની રમુજી વાત કરીને શ્રોતાઓને આનંદ કરાવ્યો.

૧૦. બાપુએ આજના ચિંતમાં બ્રહ્મસંસદ, સાધુ સંસદ, ધર્મ સંસદ, સાહિત્ય સંસદ, ગીતાના ન્યાયે ભીડરહીત સાંસદ, સંયુકત સંસદ અને કથારૂપી ત્રિભવનિય સંસદની ચર્ચા કરી.

૧૧. ઈશ્વર વિપ્ર માટે જનમલે, સાધુ અવિપ્ર માટે જન્મ લે. ઈશ્વરના અવતાર કરતાં ય ચડિયાતો અવતાર સાધુ પુરૂષ બુદ્ધ પુરૂષોનો છે, જે આપે છે. ઉપેક્ષિતો માટે, વંચિતો માટે. બુદ્ધનો અવતાર બ્રહ્મણો માટે નથી. અંગુલિયાલો માટે છે. ગાયો માટે ઈશ્વર જન્મ લે. બુદ્ધ પુરૂષ ગાયો જેવા સ્વભાવના રાંશકને માટે આવતાર લે.  ઈશ્વર દેવ માટે અવતાર લ, સાધુ અસુર માટે, જેનું જીવન સુરમાં નથી એના માટે અવતરે છે. ઈશ્વર સંત માટે આવે છે, સાધુ ખલ માટે, કુટીલ માટે, અસંત માટે આવે છે.

૧ર. ભગવત્‌ના આધારે બાપુએ કહ્યું કે પાંચ જગ્યાએ ખોટું ખોલી શકાય સ્ત્રી પાસે, વિનોદમાં (ટીખળમાં), વિવાહમાં, વેપારમાં અને જયારે પ્રાણ સંકટમાં હોય ત્યારે ખોટું બોલી શકાય. ગાય અને બ્રાહ્મણના રક્ષણ માટે ખોટું બોલી શકાય. તલગાજરડાના મતે ખોટું ખોટું જ છે, આ પાંચ જગ્યા પર પણ ખોટું ન જ બોલવું જોઈએ. જે અસત્ય માટે શાસ્ત્ર ક્ષમા આપે છે  એવું અસત્ય પણ ભજનાનંદીએ ન બોલાય.

રત્નકણિકા

૧. વિકારોની, વિવેકની, સાદાચારની અભિયાનમુકત દાનની ઉંચાઈએ  સ્વર્ગ છે.

ર. જે માણસ સત્ય ઉચ્ચારે છે અને બીજાનું સત્ય સ્વીકારે છે તે સત્યસ્થ થાય છે.

૩. સત્ય એ જ સ્વર્ગ છે.

૪. મારૂ કામ અહેતુ હેત છ. મારૂ કામ સત્યને વિસ્તારવાનું છે.

પ. શબ્દના સેવકો જો બેઈમાન બને તો એ શબ્દને કોણ સાંભળશે ?

૬. સત્ય, પ્રેમ અને કરૂણા એ ત્રિભુવન છે.

૭. કથા નાની મોટી નથી હોતી, ગ્રંથ મહાન છે.

૮. મારી દ્રઢ માન્યતા છે કે કથા માટેની ભુમિ પણ અસ્તિત્વ નકકી કરે છે.

૯. તલગાજરડામાં આ કથાનો દશાવતાર છે.

૧૦. કથા કરનારો ધન્યતા અને વિદ્વાતાનું દાન આપનાર હોવો જોઈએ.

૧૧. જે કોઈ પણ ક્ષણે, કોઈ પણ રીતે, કયાંય પણ આશ્રિતને એકલો ન મુકે એનું નામ બુદ્ધ પુરૂષ

૧ર. મૈ છોડ ન સકા અંધેરો કેો અકેલા, પૈનામ તો બહોત આયે થે – સુરજ કે ઘરસે

૧૩. સમાજની સેવા કરવાનું દાયિત્વ સાધુનું નથી, સમાજનું અને સરકારનું છે.

૧૪. મોટા માણસો સુતા રહે ત્યારે ઘણી ગરબડો થાય છે, એમણે સમયસર જાગવું જોઈએ.

Previous articleસવારકુંડલા પીએસઆઈ જોશીનો વિદાય સમારોહ
Next articleરાજુલા-જાફરાબાદ ચારનાળા સુધીનો નેશનલ હાઈ-વે પુર્ણતાનો આરે પહોંચ્યો