આજે શેત્રુંજી ડેમમાંથી પિયત અર્થે પાણી છોડાશે

686

ચોમાસુ સિઝનની મુરઝાતી મોલાતને બચાવવા સરકારે ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાંથી પિયત અર્થે પાણી આપવા મંજુરી આપતા ખેડુતોમાં રાહતની લાગણી વ્યાપી છે.

વર્ષ ૨૦૧૮માં પ્રારંભથી જ ચોમાસુ નબળુ રહેવા પામ્યુ છે હાલ ભાવનગર જિલ્લામાં અછત અને દુષ્કાળ જેવી સ્થિતી દસ્તક દઈ રહી છે ત્યારે વિવિધ ખેડુત સંગઠન દ્વારા ચોમાસુ મોલાતને મુરજાતી ઉગારવા તથા રવિ સિઝન માટે શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવા વાંરવાર માંગ કરી ધરતીપુત્રોની આ માંગ રાજ્યના સિંચાઈ વિભાગે ધ્યાને લઈ આજરોજ બપોરબાદ ડાબી જમણી બંન્ને કેનાલોમાં પાણી છોડવા માટે જિલ્લા સિંચાઈ વિભાગને મંજુરી આપતા ખેડુતોમાં હર્ષ વ્યાપેલો છે તંત્રએ ખેડુતો લોકો ને અપીલ પણ કરી છે કે મહામૂલા પાણીનો બગાડ ન થાય તેની ખાસ તકેદારી પણ રાખવી.

Previous articleસંસ્કૃતિ સ્કુલ ખાતે આતશબાજી કરાઈ
Next articleઅમરેલીમાં મોદી (નિકુંજભાઈ)ની ગુજરાતી ફીલ્મોમાં થતી જબરદસ્ત એન્ટ્રી