દિવાળી પૂર્વે પાંચ દિવસની પુજાથી કંકુ સિદ્ધ કરવાની વિધી

1705

મિત્રો આગામી દિવાળીની પવિત્ર શુભ દિવસોમાં અગિયારસ થી બેસતા વર્ષ સુધીના પાંચ દિવસોમાં આ વિધી કરવાની છે. પાંચેય દિવસ ગણપતી થી શરૂઆત કરીને પાંચ માળા મંત્રો કરવા, અને પાંચેય દિવસ એક થાળીમાં જાડુ કંકુ, પલાળીને અંદાજે સાત ઈંચ નો સાથીયો કરવા ચાર ટપકા સાથે અને સાથીયાની વચ્ચે દિવામાં દિવો પ્રગટાવો, ચાર દિવસ ઘી નો દીવો અને કાળી ચૌદસની રાત્રે દાદને સરસવ અથવા ચમેલીના તેલ નો દિવો પ્રગટાવો, પાંચેય દિવસ પૂજા પુર્ણ થાય અને દિવો વધેરાય જાય પછી કંકુ ખોતરીને ડબ્બીમાં ભરી લેવું પાંચેય દિવસનું કંકુ એક જ ડબ્બીમાં ભરી લેવું પાંચેય દિવસે યથા શક્તિ નૈવૈદ્ય ધરાવતા અને શુભ ચોઘડીયા જોઈને શરૂઆત કરવી.

મિત્રો તા : ૩-૧૧-ર૦૧૮ શનિવારે અગિયારશ ને દિવસે ગણપતિનું સ્થાપન કરવું બે સોપારી રિધ્ધી સિધ્ધીનું પણ વીધી વ્રત પંચામૃત થી સ્નાન કરવાની ગંગાજળ થી સાફ કરીને બાજોઠ અથવા પાટલા ઉપર કપડું પાથરીને સ્થાપના કરવું દીવો, ધુપ, અબીલ, ગુલાલ, કંકુ, ગોળધાણાની પ્રસાદી ધરીને પહેલા આ મંત્ર બોલવાનો

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સ્મપ્રભમ

નિર્વિઘન કુરુમે દેવા સર્વ કાર્ય શું ર્સ્વદા

ત્યાર પછી આ મંત્રની એક માળા કરવી.

ઓમ શ્રી ગં ગણપતે નમ :

દીવો વધેરાય જાય પછી કંકુ ભરી લેવું.

તા : પ-૧૧-ર૦૧૮ ને સોમવારે ધનતેરશને દિવસે ગપણતિ અને સોપારીની બાજુમાં લક્ષ્મીજી, કુબેર અને શ્રીયંત્રનું સ્થાપન કરવું ગૂલાબના ફૂલ હાર ચડાવીને દિવો ધૂપ આપીને આ મંત્રની એક માળા કરવી.

ઓમ શ્રી સં સરસ્વતીયે નમઃ

ઓમ શ્રી શં શારદાય નમઃ

ઓમ શ્રી મં મહાલક્ષ્મીયે નમઃ

ત્યાર પછી સુકતમ ના ૧૬ શ્લોક વાંચવા તે કંકુ પેલી ડબ્બીમાં જ ભરી લેવું.

તા : ૬-૧૧-ર૦૧૮ ને મંગળવારને કાળી ચૌદશે ખૂબ જ સરસ સંયોગ મળે છે. ખાસ કરીને જે જાતકો ને પનોતી શરૂ છે. તેમના માટે અને દરેક વ્યક્તિઓ માટે પણ જેમને મંત્ર સિદ્ધ કરવા હોય ઈચ્છત કાર્યક્રમ સફળતા મેળવવી હોય તેમના માટે મંગળવારે રાત્રે ૧૧ પછી પૂજન કરવુ હનુમાનજી, કાળભૈરવ દાદાની મૂતિ અથવા ફોટો હોય તેને વિધિવત સ્થાપના કરીને આંકડાનો હાર ચડાવવો તેલનો દીવો પ્રગટાવીને શ્રીફળ વધેરીને સળંગ બેસવાનું છે. પહેલા એકવાર આ મંત્ર બોલવો

કહઈ રીછ પતી સુનો હનુમાના

કાચુપ સાધ રહેઉ બલવાના

પવન તનય બલ પવન સમાન

બુદ્ધિ બિબેક બિગ્યાન નિધાના

કવન સૌ કાજ કઠીન જગ માહે

જો નહી હોય તાત તુમ્હે પાંહે

ત્યારપછી ર૦૧૮ હનુમાન ચાલીસા કરવા અથવા સુંદરકાંડના પાઠ કરવા, શની ચાલીસા,કાળભૈરવ દાદાના મંત્ર કરવા હોય તે સંપૂર્ણ રાત્રે કરી શકાય અને તે કંકુ પણ એ જ ડબ્બીમાં ભરી લેવું.

તા : ૭-૧૧-ર૦૧૮ ને બુધવારની દિવાળી છે. અને અમાસ પણ છે. જે ક્યારેક જ આર વાર અને તિથી નો સમન્વય થતો હોય છે. ખાસ કરીને જે વ્યક્તિઓને કાલસર્પ યોગ અને શાપિત દોષ હોય, ગ્રહણ દોષ હોય તેમના માટે ખાસ મહત્વનો દિવસ છે.

વિષ્ણુ ભગવાની મુર્તિ અથવા ફોટો, શાલીગ્રામ અને ઈષ્ટદેવનો ફોટો શીવલીંગ પણ મુકી શકાય વિધિ વ્રત પૂજન કરીને સ્થાપન કરવું, નૈવૈદ્ય ધરાવીને આ મંત્ર બોલવો.

શાંતકાંર ભુજગ શયનમ, પધ્મનાભ સુરેશં

વિશ્વાધારં ગગન સંદેશ, મેઘ વર્ણ શુભાગં

લક્ષ્મી કાન્તમ કલમ નયનમ, યોગી ભીર્ધ્ય નગમ્યમ્‌

વંદે વિષ્ણુ ભય ભવહારમ ર્સ્વો લૌકેક નાથમ્‌

ત્યારપછી વિષ્ણુ સહસ્ત્રના ૧૦૦૦ નામ જપવા અથવા આ મંત્રીની માળા બની શકે તેટલી કરવી

ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ

તે કંકુ પણ એ ડબ્બીમાં ભરી લેવું

તાઃ૮-૧૧-ર૦૧૮ ને ગુરૂવારે બેસતું વર્ષ છે. શુભ ચોઘડીયા જોઈને કુળદેવીનો ફોટો સ્થાપના કરીને દિપો ધૂપ આપીને આ મંત્ર ૧૧ વાર બોલવા

૧ : ઓમ શ્રી ગં ગણપતે નમઃ

ર : ઓમ શ્રી સં સરસ્વતીયે નમઃ

૩ : ઓમ શ્રી શારદાય નમઃ

૪ : ઓમ મં મહાલક્ષ્મીયે નમઃ

પ : ઓમ શ્રી  લક્ષ્મીનારાયણે નમઃ

૬ : ઓમ શ્રી વેષ્ણવે નમઃ

૭ : ઓમ શ્રી હં હનુમંતે રૂદ્રાત્મકાય હં ફટ સ્વાહાઃ

૮ : ઓમ શ્રી શં શનીયશ્વરાય નમઃ

૯ : ઓમ શ્રિ માતૃ દેવો ભવઃ

૧૦ : ઓમ શ્રી પિતુ દેવો ભવઃ

૧૧ : ઓમ શ્રી ર્સ્વો દેવો ભવઃ

તે કંકુ પણ ડબ્બીમાં ભરી લેવું

મિત્રા આ સિદ્ધ કરેલું કંકુ સપૂર્ણ વર્ષ ઉમરા પૂજન, શુભ કર્યો અને દરરોજ સવારે ઘરની બહાર નીકળો ત્યારે આ કંકુનો ચાંદલો કરીને નીકળવું જેથી કરીને કાર્યોમાં સફળતા અને આર્થિકપ માનસિક અને શારિરીક આપનું અને કુટુંબ પરિવારનું રક્ષણ થશે સંપુર્ણ વર્ષ આ કંકુ ખાલી થવા દેવું વપરાય જાય તો તેમા બીજુ શુદ્ધ કંકુ ઉમેરી દેવું.

Previous articleસિહોર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે