રામ મંદિરના પ્રશ્ને પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવા તૈયારી

896

સંસદના શિયાળુ સત્રમાં સ્વતંત્ર ભારતના સૌથી મોટા વિવાદો પૈકીના એક એવા અયોધ્યા વિવાદને ચગાવવા માટેની તૈયારી થઇ રહી છે. સંઘ વિચારક અને ભાજપના નજીકના રાજ્યસભામાં સાંસદ રાકેશ સિંહાએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવા માટે એલાન કરી દીધું છે. એટલું જ નહીં રાકેશસિંહાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, લાલૂ પ્રસાદ યાદવ, સીતારામ યેચુરી, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી સહિત અન્ય નેતાઓને પડકાર પણ ફેંક્યો છે અને પોતાનું વલણ આ મુદ્દે સ્પષ્ટ કરવા માટે સૂચના આપી છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે અયોધ્યા મુદ્દાને ફરી એકવાર સંસદની સાથે સાથે જાહેર જનતામાં ચગાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ મામલાની સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી.

ત્યારબાદથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનો તરફથી કેન્દ્રની મોદી સરકાર ઉપર રામ મંદિર માટે વટહુકમ લાવવા દબાણ લાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતિ ધરાવનાર સરકાર અને ઉત્તરપ્રદેશમાં હજુ સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં રહેલી સરકાર પર દબાણ લાવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, રામ મંદિરને લઇને કાયદો બનાવા માટેનો માર્ગ સરળ નથી. સાથે સાથે કેટલીક રાજકીય દુવિધાઓ પણ રહેલી છે. આજે સવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સાંસદ રાકેશ સિંહાએ કેટલાક ટિ્‌વટ કરીને રાજકીય ગરમી વધારી દીધી હતી. રાકેશ સિંહાએ કહ્યું હતું કે જે લોકો ભાજપ અને સંઘની ટિકા કરી રહ્યા છે તે લોકો તેમના પ્રાઇવેટ મેમ્બર બિલને સમર્થન કરશે કે કેમ તેવો પ્રશ્ન તેવો કરી રહ્યા છે. ટિ્‌વટમાં રાહુલ ગાંધી, અખિલેશ, લાલૂ યાદવ અને ચંદ્રાબાબુ નાયડુને પણ ટેગ કરવામાં આવ્યા છે. રાકેશસિંહાએ એમ પણ કહ્યું છે કે, કલમ ૩૭૭, સબરીમાલા પર ચુકાદો આવવામાં સુપ્રીમ કોર્ટે કેટલા દિવસો લગાવ્યા છે પરંતુ દશકોથી અયોધ્યા પ્રાથમિકતામાં નથી.

હિન્દુ સમાજ માટે આ પ્રાથમિકતાનો વિષય છે. રાહુલ અને અન્યો ઉપર આકરા પ્રહારો કર્યા છે. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, ભાજપના લોકો માને છે કે, ભગવાન રામ તેમને ૨૦૧૯ની ચૂંટણી જીતાડી દેશે. ચૂંટણી જીતવામાં ભગવાન મદદ કરશે નહીં. કારણ કે મત પ્રજાને આપવાના છે. ભારતની સંસદમાં કોઇપણ કાનૂનને બનાવવાની પ્રક્રિયા કોઇપણગૃહ લોકસભા અથવા રાજ્યસભામાં બિલ રજૂ કરવાની સાથે શરૂ થયા છે. બિલને સરકારના મંત્રી અથવા તો કોઇપણ સાંસદ સભ્ય તરફથી રજૂ કરવામાં આવી શકે છે. જો સરકારના મંત્રી બિલ રજૂ કરે છે તો તેને ગવર્નમેન્ટ બિલ અને બીજી સ્થિતિને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે. એટલે કે સંસદમાં સરકારી બિલની સાથે સાથેસભ્યો દ્વારા પણ વ્યક્તિગતરીતે બિલ લાવી શકાય છે.

Previous articleકાશ્મીર : બડગામમાં વધુ બે ત્રાસવાદીને ઠાર કરી દેવાયા
Next articleમંદિર પર કામ નહીં થાય તો ભાજપ બે બેઠકો પર આવશે