સિયેના મિલર સાથે સંબંધ મામલે બ્રાડ પીટ હજુ મૌન

1021

હોલિવુડની લોકપ્રિય સેલિબ્રિટી અને અભિનેત્રી એન્જલિના જોલી સાથે સંબંધ તુટી ગયા બાદ હવે બ્રાડ પીટ અભિનેત્રી સિયેના મિલર સાથે નજર પડી રહ્યો છે. મળેલી માહિતી મુજબ બન્ને એકબીજાના પ્રેમમાં પણ છે. જો કે વધારે માહિતી મળી શકી નથી. બંન્ને પોતાના સંબંધને ગુપ્ત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જો કે હાલમાં બન્ને એક સાથે કેમેરામાં કેદ થઇ ગયા હતા. બે મહિના પહેલા પણ આવા જ હેવાલ મળ્યા હતા. હવે ફરી એકવાર એવા હેવાલ આવી રહ્યા છે. બ્રાડ પીટ સિયેના મિલર તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામા આવે તેવી શક્યતા છે. બ્રાડ પીટના ચાહકો અને સિયેના મિલરના ચાહકો પણ આ સમાચારને હવે સમર્થન મળે છે કે કેમ તેને લઇને આશાવાદી છે. બ્રાડ પીટના વિતેલા વર્ષોમાં કેટલીક અભિનેત્રી સાથે સંબંધ રહી ચુક્યા છે. એન્જેલિના પૂર્વેર્ે  એનિસ્ટનની સાથે સંબંધ ધરાવતો હતો.

Previous articleસુપ્રિમ કોર્ટના નિર્ણયનું હવે અંગ્રેજીમાંથી હિન્દીમાં રૂપાંતર થશે
Next articleમૌની રોય રણબીર સાથેની ફિલ્મને લઇ ખુબ ઉત્સાહિત