શાહરૂખ ખાન સાથે રોમાંસ કરીને કેટરીના કેફ ખુબ ખુશ

1167

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખખાન અને કેટરીના કેફ હવે ફરી એકવાર કેમિસ્ટ્રી જમાવી રહ્યા છે. બંનેની જોડી ટુંક સમયમાં જ જીરો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૧મી ડિસેમ્બરના દિવસે જોવા મળનાર છે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક નાના કદની વ્યક્તિની ભૂમિકા અદા કરનાર છે. બંનેની જોડી વર્ષ ૨૦૧૨માં જબ તક હે જાન ફિલ્મમાં સાથે જોવા મળી હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં શાહરૂખ અને કેટરનાની સાથે અનુષ્કા શર્મા પણ કામ કરી રહી છે. જે સાયનનિસ્ટના રોલમાં નજરે પડનાર છે. આ ત્રણેયની જોડ જબ તક હે જાનમાં દેખાઇ હતી. ફિલ્મના ટ્રેલરને જારી કરવામાં આવ્યા બાદ ઉત્સુકતા વધી ગઇ છે. કેટરીના કેફે પણ ફિલ્મના સંબંધમાં અનુભવ રજૂ કર્યા છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી વેળા ખુબ તકલીફ થઇ હતી. કારણ કે તે નાના કદની વ્યક્તિ સાથે કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેની ભૂમિકા એક સાહસી મહિલા તરીકેન છે જે એ બાબતને લઇને ચિંતા કરતી નથી કે તેની સાથે એક નાની કદની વ્યક્તિ છે. ફિલ્મમાં કેટરીના કેફ એક શરાબી મહિલાની ભૂમિકા અદા કરી રહી છે. તેની લાઇફ અંગે પણ કેટરના કેફે વાત કરી હતી. આ ફિલ્મ બાદ તે સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં કામ કરી રહી છે.

Previous articleઆમિર ખાન બહુમુખી પ્રતિભા ધરાવે છે : અમિતાભ બચ્ચન
Next articleપ્રો-કબડ્ડી લીગઃ જયપુર પિંક પૈંથર્સ સામે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસની શાનદાર જીત