ટી-૨૦ઃ પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે ૬ વિકેટે રોમાંચક વિજય

995

ન્યૂઝીલેન્ડના ૧૫૪ રનના સ્કોરનો પીછો કરતા પાકિસ્તાનની ટીમને અંતિમ ૫ ઓવરમાં જીતવા માટે ૫૦ રનની જરુર હતી. આ સમયે મોહમ્મદ હફિઝે ૨૧ બોલમાં ૧ ફોર અને ૨ સિક્સરની મદદથી ૩૪ રનની ઇનિંગ્સ રમી ટીમને શાનદાર જીત અપાવી હતી. આ સાથે જ પાકિસ્તાનની ટીમે શ્રેણીમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. આ જીત સાથે પાકિસ્તાને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પાકિસ્તાને સતત ૧૧મી ટી-૨૦ શ્રેણી પોતાના નામે કરી છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. સપ્ટેમ્બર ૨૦૧૬થી સરફરાઝની ટીમે ઇંગ્લેન્ડ (૧-૦), વેસ્ટ ઇન્ડીઝ (૩-૦ અને ૩-૧), વર્લ્ડ ઇલેવન (૨-૧), શ્રીલંકા (૩-૦), ન્યૂઝીલેન્ડ (૨-૧), સ્કોટલેન્ટ (૨-૦) અને ઓસ્ટ્રેલિયા (૩-૦)ને હરાવ્યું છે. આ સિવાય ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ ટ્રાઇ શ્રેણી પણ પોતાના નામે કરી હતી.

પાકિસ્તાને ૧૧ મેચ સ્કોર ચેઝ કરીને જીતી છે. આ પણ એક રેકોર્ડ છે. ન્યૂઝીલેન્ડને હરાવવાની સાથે જ પાકિસ્તાને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ૮ મેચ (૪ જુલાઈ ૨૦૧૮થી ૨ નવેમ્બર ૨૦૧૮)જીતી છે.

Previous articleભારત-વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે આજે કોલકતામાં જંગ રમાશે
Next articleકલોલની ફેકટરીમાં કામદારોની બદલીને લઈને હડતાલ પર ઉતર્યા