કલોલની ફેકટરીમાં કામદારોની બદલીને લઈને હડતાલ પર ઉતર્યા

1035

કલોલ તાલુકાના મોટી ભોયણની ફેકટરીમાં કામદારોએ યુનિયન બનાવવાની માંગણી કરી હતી. જેથી ફેકટરીના સત્તા વાળાઓએ બે કામદારોની બદલી કરી દેવાઈ છે. જેને પગલે અન્ય કામદારો પોતાના સાથી કામદારોને પાછા લેવાની માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા છે. કામદારોએ લેબર કમિશનરને મધ્યસ્થી કરવા અપીલ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે આવેલ મુરૂગપ્પા મોર્ગન સિરામિક્સ કંપનીમાં કામ કરતા કામદારોએ કંપની પાસે કામદારોનુ યુનિયન બનાવવાની માંગણી કરી છે. ત્યારે કંપની દ્વારા યુનિયનની માંગણી કરનાર કંપનીના બે કામદારોની બદલી કરી નાંખવામાં આવી છે.

કંપનીમાં કામ કરતા ઠાકોર મહેશજી અને ચૌધરી રોહિત સેધાભાઇને ચેન્નઇની ફેકટરીમાં કંપની દ્વારા બદલી કરી નાંખવામાં આવી છે. જેથી અન્ય કામદારોએ બદલી કરાયેલા તેમના સાથી કામદારોને મોટી ભોયણની કંપનીમાં પાછા કામ પર લેવાની માંગણી સાથે કંપનીના ગેટ પર હડતાલ પર ઉતરી ગયા છે અને લેબર કમિશનરને પત્ર લખી મધ્યસ્થી કરવા રજૂઆત કરી છે.

કલોલ તાલુકાના મોટી ભોયણની ફેકટરીમાં કામદારોએ યુનીયન બનાવવાની માંગણી કરી હતી. જેથી ફેકટરીના સતા વાળાઓએ બે કામદારોની બદલી કરી નાંખી હતી. ત્યારે અન્ય કામદારોએ પોતાના સાથી કામદારોને પાછા લેવાની માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા હતા.

કામદારોની હડતાલને પગલે આસપાસમાં ચકચાર મચી ગઇ હતી. કામદારોએ લેબર કમીશનરને મધ્યાસ્થી કરવા અપીલ કરી હતી.

Previous articleટી-૨૦ઃ પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે ૬ વિકેટે રોમાંચક વિજય
Next articleકડી સંકુલના ચાર બાળકોએ કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા