ભાવનગર પશ્ચિમ વિભાગનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

869

રાજય સરકાર દ્વારા સરકારી વહીવટમા/ કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા વધે તથા જવાબદારી પણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહીવટનો લાભ જાહેર જનતાને મળે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત ભાવનગર મહાપાલિકા દ્વારા તા. ૩ના રોજ મહાપાલિકા વિસ્તારનો ચોથા તબક્કાનો નવમો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા વિસ્તારના વડવા-અ વોર્ડ, અટલ બિહારી બાજપાઈ પ્રા.શાળા નં. ૩૮-૩૯ એસ.ટી. સ્ટેન્ડ પાસે, ભાવનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નિલેશભાઈ રાવલ, કોર્પોરેટર રાજેશભાઈ રાબડીયા, રાજેશભાઈ પંડયા, ભારતીબેન બારૈયા, નાયબ કમિશ્નર  એન.ડી. ગોવાણીની ઉપસ્થિતએ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્યો હતો. ગુમાસ્તા ધારા હેઠળના લાયસન્સ, આવકનો દાખલો, સોંગદનામું, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ, નિરાધાર વૃધ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે પ૦૩ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

 

Previous articleતળાજાના બોરડા ગામની મુલાકાતે પ્રવિણ તોગડીયા
Next articleપાલિતાણા ખાતે કાલ ભૈરવ મહાયજ્ઞ કાળી ચૌદશાના રોજ થશે સીઅમે વિજય રૂપાણી યજ્ઞમાં હાજર રહેશે