સગીરાના દેહના સોદા પ્રકરણે ઝડપાયેલા ચારેય આરોપીઓ ૧૦ દિવસના રિમાન્ડ પર

0
927

તાજેતરમાં એક સગીરા ઈજા સાથે બે શુધ્ધ હાલતે મળી આવેલ જેમાં પોલીસે હાથ ધરેલ તપાસમાં આ સગીરાને દેહ વિક્રયના દોઝખમાં ધકેલી દેવાઈ હોવાની કેફીયાત આપતા પોલીસે આ પ્રકરણે ૪ આરોપીઓની ધરપકડ કરી હતી જેના પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

શહેરમાંથી ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેના પર સામુહિક દુષ્કર્મ આચરી તેનો સોદો કરવામાં આવેલ ત્યાર બાદ આ સગીરાને દેહ વિક્રયના વેપારમાં ધકેલી હતી. આ સગીરા જાહેર માર્ગ પરથી ઈજા સાથે બુશધ્ધ હાલતે મળી આવતા મેડીકલ સારવાર બાદ ૪ વ્યકિતઓના નામ પોલીસને આપ્યા બાદ આ ૪ આરોપીઓમાં રેખા હર્ષદ મકવાણા, હર્ષદ રસીક મકવાણા (પતિ-પત્નિ), હુસૈન ઉર્ફે ભુરો સલીમ મલકાણી તથા પારસ ઉર્ફે વાણીયો વિનોદ ગુંદીગરાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી ૧પ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આગામી દિવસોમાં વધુ કેટલાક શખ્સોની ધરપકડ થશે તેવું તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here