દીપિકાએ ૨૦ લાખની કિંમતનું મંગળસૂત્ર ખરીદ્યું..!!

0
344

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ૧૪-૧૫ નવેમ્બરનાં લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને સ્ટાર્સ પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. તાજેતરમાં દીપિકા પોતાના બેંગલોર સ્થિત ઘરે પહોંચી હતી. દીપિકા તેના ઘરે લગ્ન પહેલા થતી પારંપરિક વિધિઓનો ભાગ બની હતી. શનિવારે દીપિકા બેંગલોરથી પરત આવી ચુકી છે. દીપિકા અત્યારે પોતાના લગ્નની ખરીદીમાં વ્યસ્ત છે અને કેટલાક દિવસ પહેલા જ તેણે મંગલસૂત્ર પણ ખરીદ્યુ છે. દીપિકાનાં મંગલસૂત્રની કિંમત ઘણી જ વધારે છે. દીપિકા પોતાના થનાર પતિ રણવીર સિંહ માટે પણ ખરીદી કરી રહી છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દીપિકાનું મંગળસૂત્ર ૨૦ લાખની કિંમતનું છે. દીપિકા પાદુકોણે પોતાના થનાર પતિ રણવીર સિંહ માટે ૨૦૦ ગ્રામની એક ચેન ખરીદી છે. આ ઉપરાંત દીપિકાએ બે નેકલેસ પણ ખરીદ્યા છે. દીપિકાની જ્વેલરીની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા ગણાવવામાં આવી રહી છે. દીપિકાની ખરીદી માટે શૉ રૂમ અડધો કલાક માટે બંધ રાખવામાં આવ્યો હતો.દીપિકા અને રણવીરનાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ ગઇ છે. કહેવામાં આવે છે કે બંને ઇટાલીનાં લેક કોમોમાં લગ્નનાં બંધનમાં બંધાશે. જો કે લગ્નનાં વેન્યૂની જાહેરાત કપલ તરફથી હજુ સુધી કરવામાં આવી નથી. રણવીર સિંહ ‘ગલી બૉય’ અને ‘સિંબા’ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત તે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે. તો દીપિકા પાદુકોણે હજુ સુધી બીજા કોઈ પ્રોજેક્ટની જાહેરાત નથી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here