સલમાનની ફિલ્મ ભારતમાં યુપીના બાઈકર્સ મોતના કૂવામાં જોવા મળશે..!!

1054

બોલિવૂડના ભાઇજાન આજકાલ તેમની ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં ખુબ જ વ્યસ્ત છે. પ્રેક્ષકોને આશા છે કે આ ફિલ્મ સાથે સલમાન અને કેટરીના કૈફ વિવિધ પ્રકારની ખાસ સરપ્રાઈઝ આપશે. આવામાં  ફિલ્મના શૂટિંગ પહેલાં જ ટીમએ સ્પષ્ટ કર્યું હતું કે સલમાનની આ મૂવીમાં સૌથી વધુ એક્શન જોવા મળશે. વેલ  આ ફિલ્મમાં એવા સ્ટંટ બતાવવામાં આવશે જે ભારતના ઘણા મોટા મેળાઓમાં જોઇ શકાય છે અને આ સ્ટંટ સીનની નામ છે ‘મોતનો કુવો’.

ભારત ફિલ્મ નિર્દેશક અલી અબ્બાસ ઝફરએ તેના Twitter એકાઉન્ટથી આ વિશે જાણ કરી હતી. તેમણે ટ્‌વીટ કરતા જણાવ્યું કે , “હવે એક ખૂબ જ શાનદાર સિક્વન્સ મોતનો કુવો પૂર્ણ  કર્યો છે.

આ મારા જીવનની સૌથી ડેયરીંગ સ્ટંટ છે. તે ઉત્તર પ્રદેશના રાઇડર્સ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. ફિલ્મની તૈયારી  જોઇને લાગી રહ્યું છે કે આ મૂવી ખુબ જ સારી બનશે.

Previous articleસારા અલી ખાનની કેદારનાથ રિલિઝ પહેલાં જ વિવાદોમાં
Next articleદીપિકાએ ૨૦ લાખની કિંમતનું મંગળસૂત્ર ખરીદ્યું..!!