ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન ઈયાન મોર્ગને કર્યા લગ્ન

1010

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો વન ડે અને ટી-૨૦ કેપ્ટન ઇયાન મોર્ગન લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. લાંબા સમય સુધી ગર્લફ્રેન્ડ તારા રિજવેને ડેટ કર્યા બાદ આ ઇંગ્લિશ ક્રિકેટરે લગ્ન કરી લીધા હતા.

તારા લંડનમાં ફેશન ઇન્ડસ્ટ્રીની એક જાણીતી કંપનીની માર્કેટિંગ કોર્ડિનેટર છે. બન્નેની પ્રથમ મુલાકાત ૧૦ વર્ષ પહેલા થઇ હતી, તે સમયે તારાની ઉંમર ૧૭ જ્યારે ઇયાન મોર્ગન ૨૪ વર્ષનો હતો. મૂળ ઓસ્ટ્રેલિયાની તારાએ ઇયાન મોર્ગનને એડિલેડમાં રમાઇ રહેલી એશિઝ સિરીઝની એક મેચ દરમિયાન જોયો હતો. સૅામરસેટના ઐતિહાસિક બેબિંગ્ટન હાઉસમાં યોજાયેલા લગ્ન સમારંભમાં આ કપલ ઘણો ખુશ નજરે પડતો હતો. આ દરમિયાન બન્નેના પરિવારના સભ્ય અને ખાસ મિત્ર હાજર હતા. કુલ ૧૩૦ મહેમાનોની હાજરીમાં ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ખેલાડી અને પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

ઇયાન મોર્ગનના લગ્નમાં સાથી ખેલાડી એલિસ્ટર કૂક, જેસન રોય, સ્ટીવ ફિન, માર્ક વૂડ અને જોસ બટલર પણ હાજર હતા. પોતાના નવા જીવનથી ઉત્સાહિત ઇંગ્લિશ કેપ્ટને ખુદ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલથી તસવીર શેર કરી ફેન્સને જાણકારી આપી હતી.

Previous articleકોહલી હાલના સમયમાં જે કંઈ કરી રહ્યો છે તે અસાધારણ છે : લારા
Next articleમોહમ્મદ અઝહરૂદ્દીન તેલંગાણાના સિકંદરાબાદથી ચૂંટણી લડવા ઈચ્છે છે