અમદાવાદમાં રાજપુત સમાજે યુવાનોને રોજગારી માટે ઝીરો ડાઉન પેમેન્ટ પર પ૧ બોલેરો આપી

991

રાજપુત સમાજ દ્વારા યુવાનોને રોજગારી મળે તેવા હેતુથી બોલેરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝીરો ડાઉનપેમેન્ટ પર ૫૧ યુવાનોને ૫૧ બોલેરો આપીને સ્વરોજગારીના દ્વારા ખોલી આપ્યા હતા.

શહેરના હાથીજણ સર્કલ પાસે વૃંદાવન પાર્ટી પ્લોટમાં રાજપુત સમાજ દ્વારા યુવાનો સ્વરોજગારી મેળવે તે માટે ૫૧ બોલેરોનું વિતરણ કરાયું હતું. તેનો ઉદ્દેશ્ય યુવાનો પોતાની કારકિર્દી પોતે બનાવે અને આર્થિક રીતે સધ્ધર થાય તેમજ સમાજને આગળ લાવે તેવો હતો.

ઝીરો ડાઉન પેમેન્ટ પર સમાજના યુવાનોને બોલેરો ખૂબ જ ઓછા સમયમાં આપવાનું આયોજન કરનાર રાજપુત સમાજ આવનાર સમયમાં પણ આવું આયોજન કરશે. તો ભવિષ્યમાં અન્ય વ્યવસાય, અભ્યાસ અને નોકરીને લગતી તાલીમનું પણ સમાજ આયોજન કરશે.

Previous articleચૌધરી કોલેજમાં ભ્રષ્ટાચાર વિષય પર નિંબધ સ્પર્ધા યોજાઈ
Next articleપક્ષપલટાના ભૂતાકાળને જોતા ભાજપ સાવચેત : ૧૭ કોર્પોરેટરો અજ્ઞાતવાસમાં