માયાભાઈ આહિરે મિત્રતા નિભાવી રાતભર વિના સ્ટેજે સંતવાણી કરી

1234

તળાજાના બોરડા ગામે સંતવાણીનો કાર્યક્રમ યોજાયોહ તો. જયારે માયાભાઈ સાહિત્યકારને ખબર પડી કે મારા પાડોશી અને નાનાપણના મિત્ર વનમાળીભાઈ મિસ્ત્રીના બાપુજીનું અવસાન થયું અને રાત્રીના સંતવાણી રાખવામાં આવી છે. તો માયાભાઈ પૂ. મોરારીબાપુની રામકથામાં રસપાન કરીર હ્યા હતા અને બહ ુ જ વ્યસ્ત હતા પણ આને કેવાઈ મિત્ર આજે આ માણસ ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં ભાવનગર જિલ્લામાંનો ડંકો વગાડયો છે. જયારે માયાભાઈ બોરડા આવ્યા ત્યારે સાદુ ગાદલાનું સ્ટેજ અને સાઉન્ડ સીસ્ટમ પણ નહોતું લોકો પણ પરિવારના જ હતા અને સાદા ભજનો ચાલતા હતા માયાભાઈ આવ્યા તો લોકો ઉમટી પડ્યા હતાં. પણ જરાય અભિમાન નહીં જેને જોવા અને મળવા લોકો તલપાપડ થતા હોય દેશ-વિદેશમાં પ્રોગ્રામ માટે તારીખોની વેઈટ કરવીપ ડતી હોય છે. એવા એક મિત્રને ભાઈબંધ ખાતર આખી રાત વગર સારી સાઉન્ડ સિસ્ટમ વિના સ્ટેજ વિના સંતવાણી કાર્યક્રમ કર્યો માયાભાઈ જણાવ્યું હતું કે તમારી પાસે ગમે તેવો હોદ્દો હોય ગમે તેવી જોબ હોય પણ બચપણની ભુલવું જોઈએ. માયાભાઈએ સાબિત કરી દીધું છે કેમ ારા નાનપણમાં શું  પરિસ્થિતિ હતી. આજે હું કાઈપણ છું તો મારા મિત્રોના કારણે જ છું. અને આ સાથ સહકાર હું કયારેય નહીં ભુલું એક આંતરરાષ્ટ્રીય સાહિત્ય કાર નાના એવા ગાદલાના સ્ટેજ પર વગર સારા સાઉન્ડ સિસ્ટમ વિના આખીરાત સંતવાણી કરે એ માયાભાઈ જ કરી શકે. અને મિત્રતા નિભાવી જાણી છે. અદ્‌ભૂત ઘટના હતી હાજર લોકોના આખોમાં આશું વહેતા થયા હતા અને કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. બોરડા ગામના વડીલ અને મિસ્ત્રી પરિવારના વનમાળીભાઈના બાપુજીના અંતિમક્રિયામાં સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું.

Previous articleગુસ્તાખી માફ
Next articleટ્રક કમાનમાં ધુસી ગયો