દેના બેંક ભાવનગર દ્વારા સતર્કતા સપ્તાહ ઉજવાયું

821

દેના બેંક ભાવનગર અંચલ કાર્યાલય દ્વારા ર૯ ઓકટોબરથી ૩ નવેમ્બર સુધી સતર્કતા જાગૃતિ અઠવાડીયું ઉજવવામાં આવ્યું. તેના અનુસંઘાને અંચલ કાર્યાલય અને દરેક શાખા દ્વારા વિભિન્ન કાર્યાલયો, કોલેજ, વિદ્યાલયો અને ગ્રામ પંચાયતો ખાતે વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા તેમાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ જનતાની સહભાગીદારી રહી. દેના બેંકના કાર્યપાલક નિર્દેશક રમેશ સિંહ, અંચલ પ્રબંધક યાદવ ઠાકુર, ઉપઅંચલ પ્રબંધક નિખિલ રંજન પતિ અને સતર્કતા અધિકારી અજિતસિંહ દ્વારા કાર્યક્રમને સંબોધિત કરવામાં આવ્યો તે દરમિયાન કાર્યપાલક નિર્દેશક રમેશસિંહ દ્વારા લોકોને ભ્રષ્ટાચાર સામે સતર્ક અને જાગૃત રહેવા માટે પ્રેરિત કર્યા અને દરેકે સત્ય નિષ્ઠાની શપથ લીધી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી.

Previous articleકૃષ્ણ સાગર તળાવમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો
Next article૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઈનની અનોખી પહેલ