તલગાજરડા માનસ ત્રિભુવન કથાનું થયેલું સમાપન

1176

તલગાજરડાની પાવ પુણ્યભુમિ પર માનસ-ત્રિભુવન અંતર્ગત પુજય બાપુના શ્રીમુખેથી વહેતી સકલ લોક જગપાલની રામકથાનો આજે પુર્ણાહુતિ થશે. નવ નવ દિવસથી પુણ્યસલિલા ગંગા સમાન કથા પ્રવાહ આજથી ત્રિભુવન તીર્થ ખાતે વિરામ લેશે અને રામ વનવાસ પછી અયોધ્યાવાસીઓએ જેવો ખાલીપો અનુભવ્યો હતો એની વ્ય્થા બાપુની વ્યાસપીઠના શ્રાવકો અનુભવશે.

કથા દરમ્યાન બાપુની પાવની પ્રાકટયભુમિએ જાણે કે નવા શણગાર સર્જયા છે. સમગ્ર ગામ ગોકુલિયા ગામની જેમ સજાવાયું છે. ગામના પ્રત્યેક ઘરની દિવાલો શાંતિના પ્રતિક સમા શ્વેત રંગથી રંગાઈ છે અને ગામમાં ૮૧૮ ચોપાઈઓનું સુંદર આલેખન થયું છે. ગામમાં પરમબુદ્ધ પુરૂષના આશ્રમ જેવી સ્વચ્છતા જોવા મળે છે. આખું યે ગામ કથા રૂપી ભગીરથી અવતરણનો હર્ષોલ્લાસ મનાવી રહ્યું છે ત્યારે આજે પૂજય બાપુ રામકથાનો ત્રિભુવનિય અર્થ વિશ્વ સમક્ષ મુકી, કથાને વિરામ આપવા જઈ રહ્યા છે.

બાપ શબ્દના પ્રણયઘોષ સાથે  પૂજયબ ાપુએ આજની કથાના પ્રારંભે યજમાન પરિવારને સાધુવાદ આપી, સૌ પૂજય ચરણોને વદન કરી, વ્યાસપીઠના સંઘના ફલાવર્સને જય સિયારામ પાઠવ્યા.

બાપુએ કહ્યું કે આ ભુમિમાં આ શરીરનો જન્મ થયો છે. એટલે હું ધન્યવાદનો ભાવ વ્યકત કરૂ છું. પ્રશાસન, પત્રકાર-જગત, ટીવી મીડીયા, સ્વયંસેવકો અને શ્રોતાએ અન્ય સહુ સહયોગીઓને સાધુવાદ આપ્યા.

બાપુએ કહ્યું કે મહુવાની અશાંતિ છતાં મને ભરોસો હતો કે જેવો હું આઈએ હનુમંત બિરાજીએ કહીશ એટલેબ ધુ શાંત થઈ શકે ભાવાર્થ સ્વરે બાપુએ કહ્યું કે હનુમાનજીએ લાજ રાખી લીધી.

બાપુએ કહ્યું કે આપણા દેશમાં કાયમ આટલો જ સ્નેહ, સદભાવ, શાંતિ, એકતા અને આનંદ જળવાઈ રહે. અને તલગાજરડાએ ખાસઅ ેકતા જાળવવાની છે.

આજે બાપુને કથા પ્રારંભે સંક્ષેપમાં રામચરિત માનસના પ્રસંગોનું વિહંગાવલોકન રજુ કર્યું. જનકપુર રામમય બને છે. પુષ્પવાટીકામાં જાનકી અને રામનું મિલન થાય છે. બન્ને વિવેકના  અજવાળામાં, મર્યાદાના પ્રકાશમાં બગીચામાં પ્રવેશ કર્યો છે. બન્ને એકબીજાના ઉરમાં પ્રવેશ કરે છે. મા જાનકી હૃદયના પ્રેમ અને આદરથી મા ભવાનીની સ્તુતિ કરે છે. મા ભવાની વરદાન આપે છે.

આપણી પરંપરામાં પહેલો સ્વ્યંવર નવી દમયંતિનો થયો છે. બીજો સ્વયંવર વિશ્વ મોહિનીનો થયો છે. ત્રીજો સ્વ્યંવર રઘુવંશમાં ઈન્દુમતિનો સ્વયંવર છે. અને ચોથો સીતા સ્વયંવર આવે છે. બાપરમાં દ્રૌપદી સ્વયંવર થયો છે અને કળિયુગમાં બધા સ્વયંવરો જ છે.!

સીતા સ્વયંવરના પ્રસંગને પુજય બાપુ છંદબદ્ધ સુમધુર બુલંદ ગાન સાથે વર્ણવ્યો. ધનુષ્ય ભંગ કોઈ રાજાથી થતો નથી. ત્યારે જનક રાજા અધિર  થઈને કહે છે આ ધરા પર કોઈ વીર પુરૂષ છે જ નહીં… તમે બધા ઘેર જતા રહો. સભા નિસ્તેજ થઈ ત્યારે લક્ષ્મજીથી સહન થતું નથી. જનક કહીને તુકારો કરે છે.

વિશ્વમિત્રજી જનકનો સંતાપ મીટવવા રામને શિવધનુષ્યને તોડવાની આજ્ઞા આપે છે. આ પ્રસંગે બાપુએ કહ્યું કે પરમાત્મા જયારે કૃપા કરી, પ્રતિષ્ઠા આપે ત્યારે સાધારકને રજ માત્ર અભિમાન ન આવવું જોઈએ અને મેરૂ જેટલી નીંદા થાય તો પણ ભજન ન છોડવું. ભક્તિની ગાડી એવી રીતે ચલાવવી કે કોઈ અકસ્માત ન થાય.

રામજીએ શિવધનુષ્યને મધ્યમાંથી તોડયું એનું જડ-ઝમક છંદ સાથે અદ્‌ભૂત વર્ણન કરી, બાપુએ શ્રોતાઓને ડોલાવ્યા. પરશુરામનું આગમન રામ સાથેના સંવાદ પછી પરશુરામજીની વિદાય, અંતે ચાર ભાઈઓના જનકપુરની ચારે કુંવરીયો સાથે લગ્નનું સક્ષેપ વર્ણન, જનક દ્વારા જાનને વિદાય અને અયોધ્યાગમન પછી વિશ્વમિત્રજીની વિદાય સાથે બાપુએ બાલકાંડને વિરામ આપ્યો.

અયોધ્યાકાંડમાં રામ-વનવાસ, ચિત્રકુટ ગમન, રામ-ભરત મિલાપ, રામની પાદુકાને સિહાસન પર પધરાવી, ભરતનો નંદીગ્રામવાસ કરાવી અયોધ્યાકાંડને વિરામ અપાયો. એ જ રીતે અરણ્યકાંડનું સંક્ષેપ વર્ણન કરતા યાત્રાતા અંતે પચંવટી નિવાસ, શુર્પણખા પ્રસંગ, સીતા હરણ, રામજીની માનવલીલાના સંક્ષેપ વર્ણન. પંચવટી છોડયા પછી રામજી સૌથી પહેલા જટાયુંને મળે છે. પછી શબરીને મળે છે. ત્રીજા દેવર્ષી નારદને મળે છે, ચોથા હનુમાનજી અને પાંચમાં સુગ્રવને મળે છે. આ પાંચે પાત્ર રામાયણમાં મહત્વના છે.

પરમાત્માના પાંચ વિગ્રહો છે. આ પાંચેરૂપનો પરિચય ભગવાન રામ પંચવટી છોડયા પછી કરાવે છે. ત્રિભુવગુરૂના પણ આ પાંચ વિગ્રહો છે. પહેલું પર રૂપ – પરાત્પર રૂપ છે ત્રિભુવનને આપણને એમ લાગે કે આપણે પામી ગયા પણ આપણે કાઈ પામ્યા હોતા નથી. બીજું વ્યુહ રૂપ વ્યુહરૂપે ચાર રૂપે લીલા કરવા આવે છે. શિવલિંગ એક વ્યુહરૂપ લગ્ન એનું બીજું વ્યુહરૂપ, રામકથા કરે એ ત્રીજુ વ્યુહરૂપ અને કાકભુસંડીની કથામાં હંસબેનને છેલ્લા બેસે એ ચોથું વ્યુહરૂપ આ ચાર ત્રિભુવનિય રૂપ છે. ત્રીજુ વિભવ રૂપ વિભવ રૂપ એટલે ભગવાનનું ઐશ્વર્ય ચોથું, અંતર્યામિ રૂપ જે આપણામાં હોય પણ દેખાઈ નહીં. પાંચમું, અર્ચારૂપ આપણે પરમાત્માની મુર્તિ બનાવી, અર્ચના કરીએ છીએ.

બાપુએ પછી ક્રિષ્ક્રીંધાકારંડ અને સુંદરકાંડનું સંક્ષેપ વર્ણન કર્યું. લંકાકાડમાં સેતુબંધ, ભગવાન રામેશ્વરનું સ્થાપના, લંકામાં પહોંચી, અવસરે અંતે રામ દ્વારા રાવણના નિર્વ્ણના સંક્ષેપ વર્ણન સાથે લંકાકાડ પુર્ણ કર્યો. દાદાગુરૂએ યાદ કરતા બાપુએ કહ્યું કે ત્રિભુવનિય વ્યકિતત્વમાં આઠ ગ્રંથીઓ હોય છે. ભટાગ્રંથી, પાપગ્રંથી, સંશયગ્રંથી, પુર્વગ્રહની ગ્રંથી, લઘુતાગ્રંથી વિશવાસની ગ્રંથી, જડ અને ચેતનની ગ્રંથી, અભિમાન ગ્રંથી અને ત્રિભુવનગુરૂ, હનુમાનજીએ સુગ્રીવની ભયગ્રંથી અને વિભિષણની પાપગ્રથીને તોડાવી છે. દક્ષકન્યા સતિની સંશયગ્રંથી મૃત્યુ જ છોડાવી શકે, પુર્વગ્રહની ગ્રંથી વિષ્ણુ તરફ નારદને પેદા થઈ જે નારાયણે તોડી, અંગદની લુઘતાગ્રંથી રાઘવ તોડે છે. વિશ્વાસની ગ્રંથીને ત્રિભુવન ગુરૂ પણ તોડી ન શકે. જડ અને ચેતનની ગ્રંથીને જ્ઞાનના દિપકથી તોડી શકાય અહંકારની ગ્રંથી રામ જ તોડી શકે. વાલીઓને અને રાવણની અભિમાન ગ્રંથી રામે તોડી છે. ત્રિભુવનિય તત્વ જ ગ્રંથીભેદન કરી શકે છે.

રાવણવધ, વિભિષણને રાજતીલક, સીતાજીની અગ્ની પરીક્ષા, પુષ્પક વિમાનમાં અયોધ્યા પ્રમાણ પછી અયોધ્યામાં ઉતરીને રામ દ્વારા જન્મભુમિને પ્રણામ કરી, ભગવાન શસ્ત્ર છોડે છે, શાસ્ત્ર અપનાવે છે. અંતે રામના રાજયભિષેક સાથે રામ રાજયની સ્થાપના થાય છે. સિંહાસન પર ત્રિભુવન સાંઈ બીરાજમાન થાય છે.

વર્તમાન રાજકારણમાં સૌથી વધુ પ્રાસંગિક તુલસીએ માનસમાં દર્શાવેલ રામરાજય છે. એ સુત્રો રાષ્ટ્રના અને જગતના શાસન માટે, વિશ્વમાં શાંતિ સ્થાપવામાં ઉપયોગી છે. તુલસીજીએ સીતાજીના રામ દ્વારા ત્યાગની કથા કહી નથી.

બાપુએ ચારે ઘાટથી ચારે વકતાઓએ આરંભાયેલી કથાને વિરામ આપતા કહ્યું કે તુલસી દીનતાના ઘાટ પરથી આપણને કયા વિરામ વખતે ત્રણ શીખ આપે છે. તુલસી કહે છે કે સમય મળે ત્યારે રામને સ્મરીએ, રામને ગાઈએ અને રામની ચર્ચાનુ શ્રવણ કરીએ. રામનું સ્મરણએ સત્ય છે, રામને ગાઈએ એ પ્રેમ છે અને ભાગવત કથાનું શ્રવણ કરવાનું મળે એ કરૂણા છે.

તુલસીજી કહે છે કે પ્રભુના રૂપમાં રામ જેવા સમર્થ કોઈ નથી. આપણને કોઈના પુરેપુરા આધિન થઈ શકે પછી જેને આધિન થયા હોય એને વિચારવાનું છે. તુલસી અંતમાં કહે છે કે કામીને સ્ત્રી વહાલી લાગે , લોભીને ધન વહાલુ લાગે એમ હે રામ ! તમે મને કાયમ વ્હાલા લાગો એટલું જ માંગું છું.

કથાને વિરામ આપતા બાપુએ કહ્યું આપણા આ ત્રિભુવન તીર્થ પર દશમી વાર રામકથાનું આયોજન થયું એને વિરામ આપતા ખુબ જ પ્રસન્નતા અનુભવ્યું છું ભગવાનની કૃપા અને ત્રિભુવન કૃપાથી કથા નિર્વિઘ્ને વિરામ પામી રહી છે. ખુબ જ રાજીપા સાથે સૌને જય સિયારામ કહીને બાપુએ સહુને ભાવાથી વિદાય આપી.

માનસ ત્રિભુવન વિશેષ

૧. આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુ જીતુભાઈ વાઘાણીએ વ્યાસપીઠની ભાવંદના કરો. જીતુભાઈએ કહ્યું કે બાપુએ સમગ્ર વિશ્વને શાંતિ, એકતા અને સંવાદનો સંદેશ આપે છે.

ર. આજે મહુવા નગર સેવા સદન, મહુવા ચેમ્બર ઓફ કોમર્સ ત્રિવેદી ફાઉન્ડેશન (કળસાર), મહુવા એજયુકેશન ટ્રસ્ટ અને ન.ની. મહેતા ટ્રસ્ટ અગ્રણીઓએ હરીભાઈ નકુમનું સન્માન કર્યું દર્શન હરિભાઈ નુકમે આભારદર્શન કર્યુ પોતાની માતા શારદાબેનનો સંકલ્પ પુર્ણ થયાનો આનંદ વ્યકત કર્યો હતો.

૩. મારો જન્મ તલગાજરડામાં થયો છે, મહુવામાં નહીં એટલે તમે તલગાજરડાને ભુલી જાવ એ મને પોસાય નહીં બાુપએ કહ્યું કે  આપણે વસુધૈવ કુટુમ્બકમ્‌ની ભાવનાવાળા છીએ એટલું હું બધાને નજરમાં રાખીને મારી પ્રસન્નતા વ્યકતકરૂ છું.

૪. યજમાન હરિભાઈના સ્વર્ગ્સ્થ ધર્મપત્ની શારદાબહેનના સંકલ્પથી આ કથા યોજાઈ એટલે એમનો આત્મા જયા હશે ત્યાં હરખાતો હશે.

પ. મા-બાપ છોકરાઓને પોતાની રીતે પાત્ર પસંદગીની છૂટ આપે છે. બાપુએ યુવાન ભાઈ-બહેનોને સમજણપુર્વક પસંદગી કરવાનું કહી, જયાં ત્યાં નહીં ખાલકવાની શીખ આપી.

૬. સાધુના પ્રેમપત્રની વાત કરતા બાપુએ પરમાત્માને સંબોધની ગાયું યે મેરા પ્રેમ પત્ર પઢકર, તુમ નારાજ ના હોના….

૭. બાપુએ કહ્યું કે મધુરેન સમાપયેન આજે મારે તમને બધાને હસતા હસતા વિદાય આપવી છે. એટલે પુર્ણાહુતિના દિવસે મારામાં પ્રસન્નતાનું પુર ઉમટયું છે.

૮. પોતે થર્ડ કલાસમાં આઈ મિલનકી બેલા પીકચર થર્ડ કલાસમાં મહુવાની ગ્લોબ ટોકિઝમાં જોયું હોવાની વાત કરી સેકન્ડ અને ફર્સ્ટ કલાસમાંથી ફેકાયેલી સીંગ વીણીને બાપુએ ખાધી હોવાની વાત રમુજપુર્વક વર્ણવી.

૮. સુડાવાદનો પહેલો સિધાંત- મુળ તત્વ મળે ત્યાં સુધી બહાર ભટકીશ નહીં, આંખો બંધ કરી, અંદર ઉતરી જવું, તો મુળતત્વની પ્રાપ્તિ થશે.

૯. લંકા દહનમાં લંકા બળી જાય છે પણ હનુમાનજી અગ્ની સ્વ્રૃપ છે. તેથી મા જાનકી સ્વયં અગ્નીમાં સમાયા છે. તેથી અને વીભિષણના ગૃહની આસપાસ રામ- રામના સુત્ર છે અને રામ અગ્ની સ્વરૂપ છે તેથી તેમને ત્રણેને અગ્ની બાળી શકતો નથી.

૧૦. રામચરિત્‌ માનસ બધાનું શુક્ષિકરણ કરે છે. પર્યાવરણને વિશુદ્ધ કરે છે. એટલે રામ રાજયની સ્થાપના પછી એના વંશની વાત તુલસીજીએ અટકાવી દીધી છે. વર્તમાન રાજકારણે પણ રામરાજયનું સંવાદનું સદભાવનું રાજય સ્થાપવા માટે વંશવાદને અટકાવી દેવો જોઈએ એવું માનસ સુચવે છે.

Previous articleનંદકુંવરબા કોલેજમાં હિમલ પંડયાનો વર્કશોપ
Next articleકલાસંઘ દ્વારા ઘોઘાસર્કલ ફુટપાથ પર ફ્રી રંગોળી સ્પર્ધાનું થયેલુ આયોજન