તા.૦૫-૧૧-ર૦૧૮ થી ૧૧-૧૧-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1895

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ ધનતેરસના શુભ દિવસથી જ કાર્ય સફળતાના યોગ આપે છે. રાહુ મંગળનો અંગાર યોગ અને સંપુર્ણ અશુભકાળ શર્પયોગથીમ ુક્તિ મળે છે અને દોઢ માસ માટે મંગળગ્રહ સ્થાન બળ પામીને અટકાયેલા કાર્યોને વેગ મળશે. નવાકાર્ય્‌ સફળ થશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને મુસાફરીનું આયોજન શકય બનશે. આપના માટે ખાસ કરીને રાહુનો બંધન યોગ છે. તેથી બુધવારે દિવાળીને દિવસે વિષ્ણુ ભગવાનના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધનતેરસના શુભ દિવસથી ભાગ્ય સ્થાનમાં અશુભ કાળશર્પ યોગનું વિસર્જન થશે અન દોઢ માસ માટે મંગળરગ્રહ કર્મસ્થાનમાં ભ્રમણ કરશે. જે નિરપેક્ષ ભાવથી કાર્યો તરફ લક્ષ રાખવાનું સુચવે છે જે આપને લાભદાયી રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી  મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપની શનિગ્રહની નાની પનોતી કપરા પાયે શરૂ છે. તેથી મંગળવારે કાળી ચૌદશને દિવસે હનુમાન ચાલીશાના પાઠ નિરંતર કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધનતેરસનો શુભ દિવસ ખુશીના સમાચાર આપે છે. છ માસથી અશુભકાળ શર્પયોગ મંગળગ્રહનો બંધનયોગ અને રાહુ મંગળનો અંગાર યોગથી મ ુક્તિ મળે છે. તેથી ઘણા સમય પછી જીવનમાં આશાનું કિરણ મળે છે. કાર્ય સફળતા પણ મળશે. મિલ્કત  અને વારસાઈ કાર્યોનું નિરાકરણ થશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યોમાં ધીરજ ધરવી વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  જાહેર જીવનથી પ્રતિષ્ઠા વધશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે.  મિત્રો આપને ગુરૂનું ફળ સંપુર્ણ વર્ષ અશુભ મળે છે. તેથી ગુરૂવારે બૈસ્તા વર્ષે પિળીવસ્તુનુ દાન અને ગુરગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ઘનતેરસની શરૂઆત ગુરૂગ્રહના આર્શીવાદથી શુભ મળશે. પણ દાઢ માસ માટે મંગળગ્રહનો બંધનયોગ વાણીવર્તનમાં નમ્રતા કેળવવાનું સુચવે છે. ખાસ કરીને પરાવલંબી ન બનવું સ્વહસ્તે કાર્યો કરવાથી લાભ રહેશે. મીલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોથી લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે સંપુર્ણ વર્ષ રાહુ ગ્રહ નિર્બળ ફળ આપે છે. તેથી દિવાળીના દિવસે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃના જાપ કરવાથી લાભ રહેશે. બહેનોઅ ને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ગુરૂ બુધ અને રાહુ ગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેમ છતાં ધનતેરસના શુભ દિવસથી દોઢ માસ માટે જન્મના ચંદ્ર સામે મંગળગ્રહનું ભ્રમણ શુભ લક્ષ્મીયોગ આપે છે જે કાર્ય સફળતા અને આર્થિક રીતે શુભ રહેશે.  મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પતી ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી પ્રગતિ મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે દિવાળીના શુભ દિવસોમાં ઓમ લક્ષ્મી નારાયણો નમઃ ના જાપ કરવાથી સંપુર્ણ વર્ષ લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટેગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત ધનતેરસના શુભ દિવસથીથાય છે. અને સાથે રોગ શત્રું સ્થાનમાં મંગળરગ્રહનું ભ્રમણ પણ શુભ રહેશે. ગમે તેવા રોગ શત્રુંથી વિજય મળશે. નવા કાર્યોનું આયોજન શુભ રહેશે. માત્ર શનિગ્રહની પનોતી છે. તેથી ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વરસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોથી લાભ રહેશે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપની અઢી વર્ષની પનોતી શરૂ છે તેના માટે કાળચૌદશને દિવસે હનુમાન ચાલીશા અને શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અને ઘતેરસનો શુભ દિવસ ખરેખર આર્શીવાદ આપે છે છ માસથી મંગળરગ્રહનો બંધનયોગ શરૂ હતો તેમાંથી મુક્તિ મળે છે. નવા વર્ષમાં જ કાર્ય સફળતાના યોગ મળે છે. નવા કાર્યોનું આયોજન પણ શુભ રહેશે. માત્ર જીદ્દી સ્વભાવતો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે.  પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યોમાં અડચણો મળી શકે છે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. મિત્રો આપના માટે દિવાળીના શુભ દિવસે વિષ્ણુ ભગવાનનું પુજન અને ઓમ નમોઃ નારાયણના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ઘનતેરસથી સપ્તાહની શરૂઆત થઈ રહી છે. અને દાઢ માસ માટે રાશીપત્તી મંગળગ્રહનો બંધનયોગ પણ મળે છે. માટે દિવાળીના શુભ દિવસોમાં વર્તમાનમાં જીવવું અને જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવો ખુબ જ જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે નમ્રતા કેળવવી જરૂરી છે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જીવનથી પણ ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચા મળી શકે છે. આપના માટે મંગળવાર હનુમાન ચાલીશાના પાઠ અને ઓમ શ્રી ગંગણપતેય નમઃ ના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ઘનતેરસના શુભ દિવસથી દિવાળીની શરૂઆત મંગળરગ્રહના ભ્રમણથી પ્રગતીકારક રહેશે. માત્ર વધુ પડતા આવેશ અને ઉશ્કેરાટથી દુર રહેવું કારણ શનિગ્રહ અને રાહુગ્રહનો બંધનયોગ શરૂ છે. તેથી ધીરજ રાખવથી જ લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે કાળી ચૌદશને દિવસે ૧૦૮ હનુમાન ચાલીશા અને દિવાળીને દિવસે વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે શુભ સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધનતેરસનો શુભ દિવસ અને મંગળગ્રહનું માસનું ભ્રમણનું પુર્ણ થવું માનસીક રીતે શાંતિ આપશે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. માત્ર વાણીવર્તનામાં નમ્રતા અને સંતોષીનર સદા સુખીને યાદ રાખવું જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોની પ્રગતિ જોઈ શકશો. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે કાળી ચૌદશના દિવસે સુંદરકાંડના પાઠ અને ૧૦૮ હનુમાન ચાલીશાના પાઠ કરવાથી સંપુર્ણ વર્ષ શુભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ઘનતેરસથી દિવાળીના શુભ દિવસોની શરૂઆત મંગળગ્રહના આર્શીવાદ સાથે મળશે. ઘણા સમયના બંધનયોગથી મુક્તિ મળશે. માત્ર કાલ્પનીક ભયનો ત્યાગ કરશો તો આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે શુભ સમય પ્તની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. સંતાનોના કાર્યોમાં ઉતાવળા નિર્ણ્યો ન કરવા, પ્તનીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે.  આપના માટે દિવાળીના શુભ દિવસે સરસ્વતી માતાનું રહેશે. પૂજન અને કુળદેવીના મંત્રો જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધનતેરસના શુભ દિવસથી દોઢ માસ માટે મંગળગ્રહનો બંધનયોગ મળે છે. તેથી વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ નિરાશા આપી શકે છે. તેમ છતા ભાગ્યસ્થાનમાં ગુરૂ નસીબના સહારે કાર્ય સફળતા આપી રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે દિવાળીના શુભ દિવસે ઓમ શ્રી ગંગણપતેય મંત્રના જાપ કરીને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

Previous articleદિપોત્સવી પર્વે સુશોભન, સજાવટની ખરીદી અંતિમ ચરણમાં
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે