ગાંધીનગર રાજપુત યુવા વિકાસ પરિષદે પણ પદ્માવતી ફિલ્મનો વિરોધ નોંધાવ્યો

1013
gandhi17112017-3.jpg

ગાંધીનગર રાજપુત યુવા વિકાસ પરિષદ દ્વારા આજે પદ્માવતી ફિલ્મનો વિરોધ નોંધાવતાં જિલ્લા પોલીસ અધિકારી તેમજ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તે પહેલાં યુવા વિકાસ પરિષદના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો પણ કર્યા હતા. 
તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં સંજયલીલા ભણસાલી દ્વારા ૧ ડિસેમ્બર, ર૦૧૭ ના રોજ રીલીઝ થનાર પદ્માવતી ફિલ્મ સામે સમગ્ર ભારત દેશના રાજપૂત સમાજનો વિરોધ હોઈ અને ઉપરોકત ફિલ્મમાં રાજપૂત સમાજના ઈતિહાસ સાથે ચેડા થયેલા હોઈ અને ફિલ્મમાં ઈતિહાસને તોડી મરોડીને રજુ કરેલ હોઈ અને તેનાથી રાજપૂત સમાજની ગરીમાંને ઠેર પહોંચેલ હોઈ ઉપરોકત ફિલ્મ સામે સમગ્ર રાજપૂત સમાજમાં ઉગ્ર આક્રોશ હોઈ અને ઉપરોકત ફિલ્મ રીલીઝ કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં પણ તેના કારણે પ્રત્યાઘાતો પડે તેમ હોઈ તે સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક, ગાંધીનગર તેમજ જિલ્લા કલેકટરને રાજપૂત યુવા વિકાસ પરિષદ ગાંધીનગર દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 
ગુજરાતની ભાજપ સરકારે ભૂતકાળમાં ઘણી ફિલ્મો પર પ્રતિબંધ મુકેલ છે. તો આ વખતે પણ હિન્દુ સમાજના ગૌરવ એવા મા પદ્માવતી ફિલ્મ ઉપર કેમ પ્રતિબંધ મુકતા નથી. જેથી સમગ્ર દેશમાં ઉપરોકત ફિલ્મ રીલીઝ ન થાય તેવી રાજપૂત સમાજની લાગણી અને માંગણી છે. તેમ છતાં ફિલ્મને રીલીઝ કરવામં આવશે તો ગાંધીનગર જિલ્લાના તમામ સિનેમાઘરો ભડકે બળશે તેવી ચીમકી આપવામાં આવેલ હતી. 

Previous articleસેકટર – ૬ સરસ્વતી વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ
Next articleચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ તથા નિયંત્રણ રાખવા સ્ટેટીક સર્વેલન્સ ટીમનો તાલીમ વર્ગ યોજાયો