આમીર ખાનની ફિલ્મ ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાઇ છે

0
323

ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેની આમીર ખાનની સાથે તૈયાર થયેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન હવે રજૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ આઠમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ધુમ બાદ તે આમીર સાથે ફરી કામ કરી રહી છે. કરોડો ચાહકો ફિલ્મને લઇને આશાવાદી અને ઉત્સુક છે.  ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ આઠમીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ  પૂર્ણ થયા બાદ હવે રજૂઆતની રાહ જોવામાં આવી રહી છે. આમીર અને અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા છે. જ્યારે શાહરૂખ ખાન મહેમાન કલાકાર તરીકે છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યા બાદથી જ ફિલ્મને લઇને ઉત્સુકતા હતી.  આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વર્ગમાં આની ચર્ચા જોવા મળી રહી છે. મોટા બેનરની આ ફિલ્મને હાંસલ કરવા માટે તમામ ટોપની અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. આખરે કેટરીના કેફે બાજી મારી હતી.  યશરાજ બેનરની ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં તમામ સારી બાબતોને ઉમેરી દેવામાં આવી છે. ૩૦૦ કરોડના જંગી ખર્ચે ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.  ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવ્યા બાદ આલિયા ભટ્ટના નામ પર સૌથી પહેલા ચર્ચા કરવામાં આવી હતી. આલિયાને ફિલ્મમાં લેવાના મુદ્દે આમીર ખાન અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાની વચ્ચે ચર્ચા થઇ હતી. આમીરે ભારપૂર્વક કહ્યુ હતુ કે ફિલ્મમાં આલિયા ભટ્ટને જ લેવામાં આવે. જ્યારે આદિત્ય બેફિકરે ફિલ્મની અભિનેત્રી વાણી કપુરને ફિલ્મમાં લેવા માટેનો નિર્ણય કરી ચુક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here