અનુષ્કા શર્મા ફિલ્મી કેરિયર આગળ વધારવા માટે તૈયાર

0
311

બોલિવુડમાં હાલ મીટુ અભિયાનને લઇને જુદા જુદા લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.  હવે અનુષ્કા શર્મા  દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. જો કે તે આ મામલે કોઇ વાંધાજનક વાત કરી રહી નથી. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં ખુબ સારા લોકો પણ રહેલા છે.  વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ તે પોતાની બોલિવુડ કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. તે ફિલ્મોમાં સતત કામ રહી છે. તે હવે શાહરૂખ અને કેટરીના સાથે ફિલ્મ જીરોમાં નજરે પડનાર છે. ભાઇ ભત્રીજાવાદને લઇને હાલમાં છેડાયેલા વિવાદમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કુદી પડી છે. અનુષ્કા શર્માએ પોતાની ટિપ્પણી કરતા કહ્યુ છે તે તેને તેના એક દશક લાંબી કેરિયરમાં ક્યારેય ભાઇ ભત્રીજાવાદ અથવા તો સગાવાદની સ્થિતીનો સામનો કરવો પડ્યો નથી. તેનુ કહેવુ છે કે તેને બહારની હોવા છતાં આવા અનુભવ થયા નથી. હાલમાં આ મુદ્દે કરણ જોહર અને કંગના રાણાવત વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.  કંગના રાણાવતે આ મુદ્દો છેડી દીધા બાદ હવે તકલીફ વધી રહી છે. વરૂણ ધવન સહિતના કેટલાક કલાકારોએ પણ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here