ગ્રીનસીટી દ્વારા શહેરમાં જય વસાવડાના હસ્તે વૃક્ષારોપણ

0
423

ગ્રીનસીટી સંસ્થા છેલ્લા કેટલાય વર્ષોથી ભાવનગર શહેરને હરીયાળુબ નાવવા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરી રહ્યું છે. અને થયેલ વૃક્ષારોપણની પુરી કાળજી લઈનું તેનો યોગ્ય ઉછેર કરી રહી છે.

આજરોજ સવારે એકપોર્ટ રોડ પર ગુજરાતના જાણીતા કટાર લેખક જય વસાવડાના હસ્તે એપેક્ષ મેડીકલ એજન્સીના સૌજન્યથી ૧૦૧ ચંપાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નિલમબાગ પોલીસ રોડ પાસેના ડીવાઈડર તથા એરપોર્ટ રોડ પરના ડીવાઈડરમાં કુલ ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જય વસવાડાએ વૃક્ષારોપણ કરી પોતાની ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે તેઓ ગ્રીનસીટીના પ્રવૃત્તિથી ખુબ જ પ્રભાવિત થયા છે, અને આટલા ટુંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષો નાખી તેનો ઉછેર કરવો એ સહેલી વાત નથી. દેવેનભાઈ શેઠના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને તેમણે બીરદાવ્યો હતો. અને યુવાનોને સંદેશ આપ્યો હતો કે તેઓ પર્યાવરણની અસમતુલતાને ગંભીરતાથી સમજે અને પર્યાવરણ બચાવવા પોતાનું શકય તેટલું યોગદાન આપે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે જય વસાવડાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવે, જેથી કરીને આજની યુવા પેઢી કે જેઓ જય વસાવડાના ફલોઅર્ચ છે. તેઓએ પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગે અને પોતાની ફરજોનો અહેસાસ થાય આ વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દરેક સભ્યો ઉપરાંત શહેરની નામાંકિત હસ્તીઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here