એમ.કે.ભાવ. યુનિ.માં યોજાયેલ સેનેટ ચૂંટણીનું પરિણામ જાહેર

0
707

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયેલ સેનેટ સભ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં એબીવીપી અને એનએસયુઆઈ પક્ષોના સભ્યો પ૦-પ-૦ ટકા વિજેતા જાહેર થયા છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ગત તા. ૪-૧૧ના રોજ સેનેટ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરીત નેશનલ સ્ટુન્ડટ ઓફ ઈન્ડિયા તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીદ્યાર્થી યુનિયનના સભ્યો ચૂંટણી લડ્યા હતાં.  જેમાં બન્ને  પક્ષના સભ્યોને પ૦ પ૦ મત મળ્યા હતાં. અને બન્ને પક્ષના સભ્યો ચૂટાઈ આવ્યા છે. આજે યુનિવર્સિટી ખાતે ચૂંટણી પરિણામની ઘોષણા સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા જેમાં વિજેતા ઉમેદવારાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

વિજેતા ઉમેદવારોની યાદી

એનએસયુઆઈના સભ્ય શિવાભાઈ ડાભીને ૩૧ર મત કામદાર ભાવીકને ૧૭ર મત દેવરાજ સોલંકીને પ૦ મત મળ્યા હતાં. વાણિજય વિભાગના મહેબુબ ખાન બ્લો ચને ર૦૮ અનીષ વ્યાસને ૧૪ર, અક્ષય ચુડાસમાને ૧૪ર એબીવીપીમાં બ્રિજરાજસિંહ ગોહિલને ૪૬૮ ડોડીયા પ્રદિપને ૧૦૧ મત તથા શિક્ષણ ગ્રામ બધા એબીવીપીના રાવિન્દ્રસિંહ સરવૈયાને ૩૦૦ ગોહિલ રાજપાલસિંહને ર૬ મત કાયદા ફેકલ્ટીમાં પ્રિતી ગોંધીને ૧૮પ વત્સલ દવેને ૧૪ર મત ડેન્ટલ હોમીયો પેથીક એબીવીપીના ઉન્નતી દેસાઈને ૧૮ તથા રાજુ ચોપડાને ૧૪ મત મળ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here