લક્ષ્મીપુજન, ચોપડા પુજન સાથે દિપોત્સવનો પ્રારંભ

2364

વાધબારસ સાથે દિવાળી પર્વની ઉજવણીની શરૂ થઈ જવા પ્પામી છે. જેમાં આજરોજ  ધનતેરસના પર્વ્‌ અન્વયે લક્ષ્મીપુજન ચોપડા પુજન સાથે ઘનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વાધ બારસ પોડા બારસથી શરૂ થયેલ દિપાવલી પર્વની ઉઝવણીના આજે આસો વદ તેરસ ઘનતેરસની ઉજવણી પરપરાગત રીતે કરવામાં આવી હતી. ધનની દેવી લક્ષ્મી તથા કુુબેર ભંડારીનું વેદોકત શાસ્ત્રોકત પૂજન ઉપરાંત વિદ્યાની દેવીમાં શારદાનું પ્રતિ એવા ચોપડા પુજન તથા શુભ મહુર્તમાં ચોપડા, ધેરણા, નવા વાહનો, મિલ્કતો જમીન સહિતની ખરીદીઓ લોકો દ્વારા કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા દુકાનો, પેઢીઓ ઓફીસોમાં લક્ષ્મી તથા શારદા પુજન કર્યુ હતું તો બીજી તરફ સોના-ચાંદીાની ખરીદી આજના દિવસે મહિલાઓ દ્વારા મોટાપ્રમાણમાં કરવામાં આવી હતી.

આજે અનંત ચતુદર્શીયપર્વની ઉજવણી કરાશે

ગુપ્ત અગોતર અને તંત્ર-મંત્ર વિદ્યાશક્તિના ઉપાસકોનું પરમપ્રિય પર્વ કાળી ચૌદશ તથા ૩૩ કરોડ દેવી દેવતાઓના અંગરક્ષક અને ભગવાન શિવના ગણએ કાળ ભૈરવની વીશિષ્ટ પુજા ઉપાસના સાથે સાધના સિધ્ધ કરવાનો શ્રેષ્ઠ તમ અવસર એટલે અનંત ચતુદર્શી સાંપ્રંત સમાજમાં ચોકકસ વર્ગ એવો છે જે સૃષ્ટીમાં વ્યાપ્ત અલૌકીક ગેબી શક્તિઓને પુજે છે. ભૂત – પ્રેત પલિત તથા આત્માઓને તૃપ્ત કરી પ્રસન્ન કરવા માટે મધરાતે સ્મશાન આદી જગ્યાઓ પર અધોર પંથીઓ ભુવા ભરાડીઓ દ્વારા  ખાસ પુજા અર્ચના સાથે તાતંત્રીક પ્રયોગો પણ થશે ભાવનગર શહેરના છેવાડે લાકડીયા પુલ પાસે આવેલ ભૈરવધામ તથા પાલિતાણા સ્થ્ત ભૈરવ શક્તિપીઠ ખાતે યજ્ઞ યજ્ઞાદી કાર્યો યોજાશે તો ભગવાન ઘંટાકર્ણના સાનિધ્યમાં હોમ-હવન પ્શાલન સહિતના કાર્યો યોજાશે.

Previous articleએમ.કે.ભાવ. યુનિ.માં યોજાયેલ સેનેટ ચૂંટણીનું પરિણામ જાહેર
Next articleવક્તુબેન મકવાણાના પ્રમુખ સ્થાને મળેલી જી.પં. બેઠકમાં પ્રશ્નોતરીમાં વિપક્ષે કેટલા મુદ્દા ઉભા કર્યા