ભાવ.જિલ્લા વૈદ્યસભા દ્વારા ધનવંતરી મહાપૂજાન કરાયું

0
1010

ભાવનગર જીલ્લા  વૈધ સભા તથા  ISMPP એસોશિએશન  દ્વારા આજે  ધન્વતરી પાર્ક-સહકારી હાટ,ભાવનગર યોજાયેલ ધન્વંતરી મહોત્સવ માં ભાવનગરના  સાંસદ ડો.ભારતીબેન શિયાળ,તળાજા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર ડો.ધીરુભાઈ શિયાળ સહીત જીલ્લા વૈધ સભા જીલ્લા પ્રમુખ ડો.રાજુભાઈ પાઠક,મહામંત્રી ડો.નરેન્દ્રભાઈ ત્રિવેદી,આયુ.રજી.બોર્ડ મેમ્બર ડો.મહેન્દ્રભાઈ મહેતા,ડો.પરેશભાઈ સોલંકી સહીત ભાવનગર જીલ્લા  વૈધ સભા તથા ૈંજીસ્ઁઁ એસોશિએશન ના હોદેદાર અને આગેવાનો એ આધ્યદેવ ધન્વંતરી ભગવાન ભગવાનનો પ્રાગટ્ય દિને મહાપૂજન નો લ્હાવો લીધેલ.

ઇન્ડિયન સીસ્ટમ ઓફ મેડીસીન ડોકટર્સ એસોશીએશન  ISMPP ભાવનગર ડીસ્ટ્રીક અને સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ૦૫/૧૧/૨૦૧૮ ના શિવશક્તિ હોલ ક્રેસન્ટ સર્કલ-ભાવનગર ધન્વંતરી પૂંજન તથા વિદ્યાર્થીઓનો સરસ્વતી  સામરંભ તેમજ નેશનલ આર્યુવેદ ડે ની ઉજવણી અને વિશિષ્ટ મહાનુભાવો નું સન્માન સામરંભ યોજાયેલ જેમાં  ભાવનગર ના લોકપ્રિય સાંસદ ડો.ભારતીબેન શિયાળ,તળાજા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર ડો.ધીરુભાઈ શિયાળ સહીત, શ્રમયોગી કલ્યાણ બોર્ડ ના ડાયરેકટર ગાયત્રીબા સરવૈયા,પ્રેસિડેન્ટ  ડો.અજીતસિંહ સરવૈયા,તેમજ શેઠ જી.પ.આર્યુવેદ મહાવિદ્યાલય-ભાવનગર,સરકારી તાપીબાઈ આર્યુવેદ હોસ્પિટલ,સરકારી આર્યુવેદ હોસ્પિટલ તળાજા, ભાવનગર શહેર અને જીલ્લા ની આર્યુવેદ ફાર્મસી તેમજ ભાવનગર શહેર જીલ્લા માં કાર્યરત આર્યુવેદ ફાર્મસી કંપનીના એમ.આર.મિત્રો અને ભાવનગર શહેરની ઊંડીવખારના દેશી ઓસડીયાના વેપારીઓ ની હાજરીમાં યોજાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here