કોંગ્રેસ મ.પ્રદેશમાં સત્તામાં આવશે તો સરકારી ઈમારતો-સંકુલમાં સંઘ પર પ્રતિબંધ લાદશે

623

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષ પાર્ટી કોંગ્રેસે પોતાના સોફ્ટ હિન્દુત્વના એજન્ડાને આગળ ધપાવવાની ઝલક આપી હતી. શનિવારે કોંગ્રેસે મધ્ય પ્રદેશ ચૂંટણીને લક્ષ્યમાં રાખીને  ઇજીજી પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે, મધ્ય પ્રદેશ વિધાનસભામાં પાર્ટી જીતશે તો રાજ્યની સરકારી ઇમારતો અને સંકુલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ પર પ્રતિબંધ લાદશે. વિપક્ષ પાર્ટીએ આ જાહેરાત સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દાવાઓને સમર્થન આપ્યું છે, જેમાં તેમણે ઇજીજી પર સાપ્રંદાયિક હોવાના આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસે મધ્ય પ્રદેશની જનતા સમક્ષ દાવો કર્યો હતો કે, પાર્ટી મધ્ય પ્રદેશમાં સત્તા મેળવશે તો તે સરકારી ઇમારતો અને સંકુલોમાં ઇજીજીની શાખાઓ ઉભી કરવાની પરવાનગી નહીં આપે અને સરકારી કર્મચારીઓને શાખામાં ભાગ લેવાની મંજૂરી આપતા આદેશને પણ રદ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આક્ષેપો કરતા આવ્યા છે. બીજી તરફ પાર્ટીએ પોતાના વચન પત્રમાં ભગવાન રામ, નર્મદા, ગૌવંશ અને ગૌમુત્રનો ઉલ્લેખ કરીને સોફ્ટ હિન્દુત્વ વાળા એજન્ડાને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૮ નવેમ્બરે યોજાશે, આથી નોંધનીય છે કે વિપક્ષ પાર્ટીએ ચૂંટણી માટે શંખનાદ કરતા જોરશોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પાર્ટીએ પોતાના વચન પત્રમાં સત્તા પર આવતા રામ પથ ગમનનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. સાથે-સાથે મધ્ય પ્રદેશની જીવાદોરી કહેવાતી નર્મદા નદી માટે નર્મદા ન્યાસ કાયદો ઘડીને પરિક્રમા પથ પર ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વિશ્રામસ્થળો બાંધવાની જાહેરાત કરી હતી.

Previous article૬૦૦ કરોડના મોટા કૌભાંડમાં જનાર્દન રેડ્ડીની થયેલી ધરપકડ
Next articleમોદીના આજે વારાણસીમાં ઘણા જુદા જુદા કાર્યક્રમ હશે