તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના

686

બંગાળના અખાત પર ચક્રવાત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે બંગાળના અઘાત ઉપર ફરીવાર તોફાનનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સિસ્ટમ ઉત્તર તમિળનાડુના ઉપરથી પસાર થઇ શકે છે. દક્ષિણ પૂર્વ અને મધ્ય બંગાળના અખાત પર સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના લીધે ચક્રવાતી તોફાન ગાજામાં પરિવર્તિત થઇને તે આગળ વધી શકે છે. તેનું કેન્દ્ર પૂર્વ મધ્ય, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં છે. દરિયામાં ન જવા માટે માછીમારોને કહેવામાં આવ્યું છે. દક્ષિણ પૂર્વ બંગાળના અખાત અને તેની સાથે જોડાયેલા ઉત્તર આંદામાન ઉપરથી ઓછા દબાણવાળા ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા છે. આ ચક્રવાતી સિસ્ટમનું કેન્દ્ર પોર્ટ બ્લેયરથી ૨૦ કિલોમીટર ઉત્તરપશ્ચિમ અને ચેન્નાઈથી ૧૩૪૦ કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ છે.

આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશન બનીને તે આગળ વધી શકે છે. ચક્રવાતી તોફાન ગાજા આગામી ૨૪ કલાકમાં ખુબ તીવ્ર બની શકે છે. દક્ષિણ પશ્ચિમમાં ઉત્તર તમિળનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશની તરફ ખતરો તોળાઈ રહ્યો છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તરની તરફ આગળ વધીને તમિળનાડુ, આંધ્રપ્રદેશમાં વરસાદ કરી શકે છે. તમિળનાડુના દરિયાકાંઠાના વિસ્તારો અને આંધ્રપ્રદેશમાં ૧૪ અને ૧૫મી નવેમ્બરના દિવસે ભારે વરસાદ થઇ શકે છે. મોસમ વિભાગના કહેવા મુજબ ૧૪મી નવેમ્બરના દિવસે તમિળનાડુ, પોંડીચેરીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ખાનગી એજન્સી સ્કાયમેટના કહેવા મુજબ વરસાદમાં ફેરવાઈ જતી વેળા તોફાનની તીવ્રતા ઘટી જશે જેથી એવું બની શકે છે કે, ભારે વરસાદ પણ ન થાય. આગામી ૪૮ કલાકમાં શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થશે પરંતુ સાવચેતી રાખવાની જરૂર દેખાઈ રહી છે. માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

Previous articleગુજરાત બાદ મિઝોરમમાં પણ ૫.૩ની તીવ્રતા સાથે ધરતીકંપ
Next article હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઉભરી રહેલા ખતરા પ્રત્યે ભારત સજાગ, તમામ રીતે સક્ષમ