સાળંગપુર હનુમાનજી મંદિર અને સ્વામીનારાયણ મંદિરે ભારે ભીડ

1038

દિવાળીની રજાને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર તેમજ બી.એ.પી.એસ.મંદિર તેમજ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષના પ્રારંભ સાથે લોકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો તેમજ કારતક મહિનાનો પહેલો શનિવાર હોય હનુમાનજી મંદિરમાં લાખો ભક્તો એ કર્યા દાદાના દર્શન તો બી.એ.પી.એસ. મંદિર માં પ્રમુખ સ્વામીના સમાધિ સ્થળ પર ચરણ પાદુકાના ભક્તો કરી રહ્યા છે દર્શન લાખોની સંખ્યામાં હરી ભક્તો દર્શન કરવા આવતા ભક્તોની જામી ભીડ તો મંદિર તરફથી પણ આવનાર તમામ ભક્તોને સુવિધાઓ મળી રહે તે માટે તમામ પ્રકારની રહેવા તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.

નવાવર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે લોકો પોતાના પરિવાર સાથે મંદિરોમાં આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા નજરે પડે છે ત્યારે બોટાદના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ કષ્ટ ભંજન હનુંમાંજીનું મંદિર તો બી.એ.પી.એસ. સ્વામીનારાયણ ભાગવાનું મંદિર તેમજ ગઢડા સ્વામિનારાયણ મંદિર કે જ્યાં રોજ બરોજ હજારોની સંખ્યામાં લોકો આવી દર્શન કરતા હોય છે ત્યારે હાલ દિવાળીની રજા તેમજ નવા વર્ષ ના પ્રારંભ સાથે કારતક મહિનાનો પહેલો શનિવાર હોય હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે .ત્યારે હનુમાનજી દાદાના ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો બીએપીએસ.મંદિરમાં પણ આવનાર ભાતો પ્રમુખ સ્વામીના સમાધિ સ્થળ પર મુકવામાં આવેલ ચરણ પાદુકાના દર્સન કરી ધન્યતા અનુભવતા નજરે પડે છે. તો હાલ આ રજાના માહોલને લઈ અંદાજે ૨૦ લાખ જેટલા ભક્તોએ દર્શનનો લીધો લાભ તો મંદિર તરફથી પણ અહી આવનાર તમામ ભક્તોને પુરતી રહેવા તેમજ પ્રસાદની વ્યવસ્થા મળી રહે તે પ્રમાણે આયોજન કરવામાં આવેલ છે તેમ છતા આપ જોઈ તે પ્રમાણેના દ્રષ્યો મંદિરમાં લોકોની ભીડ તો મુખ્ય રોડ પર લાંબી લાંબી વાહનોની કતાર વચે પણ લોકો દર્શન કરી ધન્ય બન્યા હતાં.

Previous articleરાજુલા સહિતનાં સ્થળોએ બારોટ સમાજ દ્વારા પોથી પૂજન કરાયુ
Next articleભવાની માતાના મંદિર માટે જમીન ખર્ચ આપવાની વજુભાઈની જાહેરાત