કારીયાણી ગામે નૂતન વર્ષે ગાયો, અશ્વો દોડાવવાની સ્પર્ધા યોજાઈ

1291

બોટાદના કારીયાની ગામમાં બેસતા વર્ષે ગાયો  અને અશ્વો દોડાવવાની ૨૫૧ વર્ષ જૂની પરંપરા.ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે.તેમજ ગામમાં ઘોડા પણ દોડવામાં આવે છે.ગાયોના ધણ દોડવાનું મહત્વ એછે કે ગાયો જ્યારે દોડે ત્યારે જે રજ ઉડે છે તેથી ગામમાં સુખમય અને નીરોગી રહે છે.ધણ જોવા આખું ગામ ઉમટી પડે છે .

વિક્રમ સંવતનું વર્ષ આજે ડિજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પરંપરાઓ જીવંત છે. આવી જ એક પ્રથા બોટાદ તાલુકાના આવેલા કારીયાની ગામ કે જ્યાં દિવાળી ના દિવસે ફટાકડા ફોડવામાં નથી આવતા . ગામમાં બેસતા વર્ષના દિવસે ગામના લોકો ચોરે ભેગા થયા છે અને ફટાકડાં ફૉડી દિવાળી તેમજ નવા વર્ષ ની ઉજવણી કરે છે તેમજ કારીયાની ગામની ૨૫૧  વર્ષ જૂની પરંપરા ગાયો  અને અશ્વો દોડાવવાની છે.ગાયો દોડાવવીએ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે.ગામની મહિલાઓ,પુરુષો અને બાળકોસહિત ના લોકો ગાયોના ધણ જોવા ઉમટી પડે છે .માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે.ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે.ગાયો દોડાવવાની વિધી પુરી થયા પછી ગાયોની રજ શ્રધ્ધાળુઓ માથે ચડાવીને નવા વર્ષના શુકન લે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ ઉભું થાય છે.

બોટાદ તાલુકાના કારીયાની ગામ કે જ્યાં ૨૫૧  વર્ષ પહેલા ભગવાન સહજાનંદ સ્વામી આવેલ અને ત્યાર થી આ ગામમાં ગાયો અને અશ્વો ના ધણ દોડાવામાં આવે છે અને ખાસ વાતઆખા કારીયાણી ગામમાં ગાયોના ધણ દોડાવામાં આવે છે અને એ ગાયોના ધણ દોડવાથી જે રજ ઉડે છે તેથી ગામના લોકોનું સ્વાસ્થ્ય સારું અને નીરોગી રહેછે .તેવું ગામના લોકોનું કહેવું છે .અને આજે પણ આ પરંપરા ને જાળવી રાખી છે અને યુવાનો પણ આ પરંપરા જાળવી રાખશે.

Previous articleભવાની માતાના મંદિર માટે જમીન ખર્ચ આપવાની વજુભાઈની જાહેરાત
Next articleટીંબી આંગડીયા લૂંટના આરોપીઓ જેલ હવાલે