સરકાર આતંકવાદીઓ સાથે વાતચીત નથી કરવાની : બિપીન રાવત

766

આતંકવાદના મામલે કડક વલણ ધરાવનારા ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ભાગલાવાદીઓને આકરો સંદેશો આપ્યો છે. તેમણે વાતચીતમાં સામેલ નહીં થવાની ભાગલાવાદીઓની જીદને વધુ મહત્વ નહીં આપતા સ્પષ્ટપણે જણાવ્યુ છે કે આવા તત્વોના વારંવાર મનામણા કરવો જોઈએ નહીં. જનરલ રાવતે કહ્યુ છે કે આતંકવાદીઓ સાથે કોઈપણ સંજોગોમાં વાતચીત કરવી જોઈએ નહીં. ભારતીય સેનાધ્યક્ષ જનરલ રાવતે કહ્યુ છે કે સામાન્ય લોકોની સાથે વાતચીત કરી શકાય છે. એવા દરેક શખ્સ સાથે વાતચીત થઈ શકે છે. કે જેની વાતચીત કરવાની ઈચ્છા હોય. પરંતુ ભાગલાવાદીઓ આમ ઈચ્છતા નથી. તો તેઓ શું કરી શકે છે? તેમણે કહ્યું છે કે સરકાર આતંકવાદીઓ સાથે વાતચીત કરવા જઈ રહી નથી. આવું કંઈપણ થવાનું નથી.

પંજાબના પઠનાકોટ નજીક મામૂન મિલિટ્રી સ્ટેશન પર આયોજીત સેનાના એક કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યુ છે કે પંજાબમાં ફરી એકવાર કટ્ટરપંથને ભડકાવવાની કોશિશો થઈ રહી છે. આની પાછળ બહારી શક્તિઓનો હાથ છે. જનરલ રાવતે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર આવી શક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ત્યાં સુધી કે પંજાબના મુખ્યપ્રધાન પણ સતર્ક છે અને તેના માટે પુરતા પગલા ઉઠાવાઈ રહ્યા છે કે પંજબામાં ફરી એકવાર હિંસા ભડકે નહીં.

સેના પ્રમુખ જનરલ રાવતે પંજાબના લોકોના વખાણ કરતા કહ્યુ છે કે ભલે કેટલીક બહારની શક્તિઓ અહીં હિંસા ભડકાવવાની ફિરાકમાં હોય અને તેઓ બદઈરાદાઓને પાર પાડવાની કોશિશ પણ કરી રહ્યા હોય. પરંતુ અહીંના લોકો આમ ઈચ્છતા નથી. જનરલ રાવતે કટ્ટરપંથનો રસ્તો અખત્યાર કરતા યુવાનોને પણ ચેતવ્યા છે અને સરન્ડર કરવાની સલાહ આપી છે.

તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે જો તેઓ સુધરશે નહીં અને હિંસા ચાલુ રાખશે. તો તેમને ખતમ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી નહીં બચે. સેના પ્રમુખ જનરલ રાવતે કહ્યુ છે કે કટ્ટરપંથ તમને ક્યાય લઈ જશે નહીં. આવા તત્વોને હથિયાર છોડીને સરન્ડર કરવાનો મોકો આપી રહી છે. જો તેમ છતાં પણ હિંસા ચાલુ રહેશે. તો હિંસા ફેલાવનારાઓને ખતમ કરવા એકમાત્ર વિકલ્પ હશે.

Previous articleકેન્દ્રિય મંત્રી અનંત કુમારનુ નિધન થયુ : આઘાતનુ મોજુ
Next articleરાફેલ ડિલ : ચુકાદા પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજો સોંપાયા