આં.રા. યોગ સ્પર્ધામાં ફરી ચેમ્પિયન બનતી ભાવનગરની જાનવી મહેતા

891

યોગમાં શરીરને ગમે તેમ મરોડી શકતી અને રબ્બરબેન્ડ ગર્લ તરીકે ઓળખાતી જાનવી મહેતાએ ફરી એકવાર સિદ્ધી હાંસલ કરી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. હરિયાણા ખાતે આયોજીત ૧ ઇન્ટરનેશનલ યોગ સ્પોટ્‌ર્સ કપ – ૨૦૧૮ કે જે  ૨થી  ૪ નવેમ્બર  દરમિયાન કરનાલ ખાતે આયોજન થયુ હતું. જેમાં ૧૨ જેટલા દેશોએ ભાગ લીધો હતો અને ૩૦૦થી વધુ ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો.  અને આ ચેમ્પીયનશીપમાં ભાવનગરની દીકરી જાનવી જીગ્નેશભાઈ મહેતાએ પણ ભાગ લીધો હતો. અને તેમના વયજૂથ માંથી પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેલવ્યો અને ઓવરઓલ  ચેમ્પિયનશીપમાં પણ પ્રથમ રનર્સ અપ -૨૦૧૮  રહી. આમ દેશ માં ઇન્ડિયા પ્રથમ, ઈરાન દ્વિતીય અને વિએતનામ તૃતીય સ્થાન પર રહ્યું હતું. આ સિધ્ધિને ધ્યાનમાં લઇ આપણા ભાવેના નં ઘરેણું એવી જાનવી મહેતાને યોગ સપોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મુખ્ય મહેમાન પદે  કરન દેવ કમ્બોજ કે જેઓ ફૂડ અને સપ્લાય મીનીસ્ટર ઓફ હરયાના અને એસોસીએશનનાના પ્રેસિડેન્ટ યુગલ બંસલ અને જનરલ સેક્રેટરી નીરજ કુમાર સોધીએ ૧૧૦૦૦ કેશ પ્રાઈઝ અને ટ્રોફી આપી સન્માનિત કરી હતી. અને આ સિદ્ધિને દયાનમાં લઇ ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે યુનિવર્સીટીના કુલપતિ ગીરીશભાઈ પટેલ, સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ તેજસભાઈ જોશી અને સમગ્ર બ્રહ્મસમાજે, ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ અને જી.એચ.સી.એલ.ના ધનંજયભાઈ અને ક્લબના જનરલ મેનેજર આનંદભાઈ ઠક્કરએ જાનવીને આ સિદ્ધી બદલ સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.અને મેયર મનહરભાઈ મોરી વ્યસ્તતાને કારણે હાજરના રહી શક્યા હોવાથી તેઓ દીકરીને ઘરે જઈ શુભેચ્છા પાઠવી હતી. અને યોગ અને કલચર એસોસિએશન ના આર. જે. જાડેજા અને હર્ષદ સોલંકીએ પણ એસોસિએશન વતી શુભેચ્છાઓ  પાઠવી.  જાનવીએ પોતાના પરિવાર જ નહી પરંતુ ભાવનગરની સાથે સાથે સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. આ ઉપરાંત  થોડા સમય પેહલા મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ કોમ્પીટીશનમાં ૨ ગોલ્ડ મેડલ મેળવી વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું હતું. છેલ્લા ૧૩ વર્ષથી યોગ સાથે જોડાયેલ જાનવી એ એક કે ૨ નહી ૪૮ થી વધુ મેડલો પોતાના નામે કર્યા છે તો આંતરરાષ્ટ્રીય કક્ષાના ૮ ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે.જાનવી એ પોતાના પરિવાર જ નહી પરંતુ ભાવનગરની સાથે સાથે સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. વડાપ્રધાન બન્યાબાદ નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ફલક પર પોહ્‌ચાડવાનું કામ કર્યું છે તો જાનવી જેવી યોગીનીએ ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય અને બહુમૂલ્ય વારસાને જાળવી રાખવાનો ઉમદા પ્રયાસ યથાવત રાખ્યો છે.

Previous articleમાયનોરીટી ડિપા. દ્વારા ફ્રુટ વિતરણ
Next articleસિહોરમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા