ગ્રાઉન્ડમાં રાષ્ટ્રગાન વખતે બાળકી બેભાન થતા હરમનપ્રિતે લંબાવ્યો મદદનો હાથ

1029

આઈસીસી મહિલા વર્લ્ડ ટી-૨૦ ગ્રૂપ-બીના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે ધૂળ ચટાડી હતી. આ મુકાબલા દરમિયાન એક ઘટના ઘટી હતી અને આ ઘટના બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીતના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. ક્રિકેટ ફેન્સે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આક્રમક સદી ફટકારનાર હરમનપ્રીતને આ ઘટના બાદ ‘હ્યુમન બીઈંગ’ની ઉપમા આપીને તેની ભરપૂર પ્રશંસા કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી મેચ અગાઉ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. ચાલુ રાષ્ટ્રગાન દરમિયાન એક બાળકી ગ્રાઉન્ડ પર ઢળી પડી હતી, જેને કેપ્ટન હરમને રાષ્ટ્રગાન પૂર્ણ થયું ત્યાં સુધી સંભાળીને પકડી રાખી હતી. વારયલ વીડિયોમાં જોવા મળ્યા મુજબ રાષ્ટ્રગાન સમાપ્ત થયા બાજ તરત જ હરમનપ્રીત આ બાળકીને ઉપાડી લે છે અને તેને ગ્રાઉન્ડ ઓફિશયલ્સ પાસે લઈ જાય છે. હરમનની આ કામગીરીના ચારેતરફ વખાણ થઈ રહ્યા છે.

Previous articleભારત સાથે હાઇ-સ્કોરિંગ મેચ થશે : મિશેલ સેંટનર
Next articleધોનીની નવી ઇનિંગ્સઃ જીવન સાથી શોધીને લોકોનાં લગ્ન કરાવશે