મહિલાના પેટમાંથી ખીલી, પીન, યુ-પીન, હેરપીનનો દોઢકીલો સામાન નિકળ્યો

1177

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક મહિલાના પેટમાંથી ઓપરેશન કરી એક ઇંચ લાંબી લોખંડની ખીલી, સેફ્‌ટી પીન, યૂ-પીન, હેર પીન, બ્રેસલેટ ચેન, મંગળસૂત્ર નીકળ્યુ છે.

આ મહિલાને પેટમાં દુઃખાવા ની ફરિયાદ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની સર્જરી બાદ તેના પેટમાંથી ૧.પ કીલો સામાન નીકળ્યો છે.

મહારાષ્ટ્રના શિરડીમાં રહેતી સંગીતા નામની આ મહિલા માનસિક રીતે બીમાર છે. જે અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાંથી મળી હતી. જે બાદ તેને કોર્ટના આદેશ દ્વારા મેન્ટલ હેલ્થ હોસ્પિટલને સોંવામાં આવી હતી. અઢી કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં એક પછી એક વસ્તુઓ નીકળતા ડોક્ટરો પણ સ્તબ્ધ થઇ ગયા.

Previous articleબિહારના ડેપ્યુટી CM અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્‌ટમાં ફસાયા
Next articleનવા સચિવાલયના રિનોવેશન માટે૧૦. ૨૪ કરોડનો ખર્ચ કરાશે