લુણસાપુરથી જાફરાબાદ સુધીનો બિસ્માર રોડ તાકીદે બનાવવા માંગ

1318

લુણસાપુરથી જાફરાબાદ વઢેરા, ચિત્રાસર, રોહીસા, ટીંબી રોડની અનેક રજુઆતને ધોળીપી જનારા તંત્રના અધિકારીઓ પર તાલુકા પ્રમુખ લાલધુમ, આ ગાડા માર્ગ બની ગયેલ રોડ ઉપર દરરોજ ચાલતા તંત્રના અધીકારીઓના આંખ આડા કાન રોજ એકસીડન્ટની હારમાળા સર્જાય છે.  લુણસાપુરથી જારફાબાદથી વઢેરા,રોહીસા, ચિત્રાસર, ટીંબી રોડ બન્યો ગાડા માર્ગથી બહેતર ર ર ફુટના ખાડા અનેકવાર રોડ સંબંધી અધિકારીઓને શરમજ નથી રોજ આ રોડ પરથી અવર-જવર કરે છે. અને ખખડધજ રોડના ખાડામાં તેની પણ ગાડીઓ પડે છે. છતાં આંખ આડા કાન કરી બે શર્મ અધિકારીઓ નવો રોડ બનાવવાની મંજુરી પણ આવી ગઈ હોય તો શા કારણ નડે છે અને જયારે ર૦ ગામની જનતા રોડ ચક્કાજામ કરશે ત્યારે દોડા દોડી થશે તેવી ચિમકી પણ ઉચારી છે. માટે જનતાના રોષનો ભોગ અધિકારીઓ ન બને અને અમારે અધિકારીઓ સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ પણ અનેક રજુઆતોને ધોળી પી જનારા અધિકારીઓ હવે પોતે જનતા જનાર્દન કેટલું સહન કરે કોઈ બહેન દિકરી પ્રસુતિ બાબતે રાજુલા કે જાફરાબાદ પહોંચ્યા પહેલા એ ખખડધજ રોડના કારણે રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય છે.  અને તેમાંય મોતને ભેટવાનો વારો આવે છે માટે તાત્કાલિક નવો રોડ બનાવવા તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાએ છેલ્લી રજુઆત સ્થાનિક લેવલેથી ગાંધીનગર સુધી મોકલાઈ છે.

Previous articleઠળિયા ગામે કહુવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો
Next articleમગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અંગેની યોજાયેલી બેઠક