વાઘાવાડી રોડ પર ફલેટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

1140

ભાવનગર એસ.ઓ.જી. શાખા દ્વારા આજે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ ફલેટમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૩ શખ્સોને ૮૮,પ૦૦ની રોકડ સહિત ૧,૦૬,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર એસઓજી શાખાના પીએસઆઈ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પો.કો. પ્રદિપસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે શહેરના વાઘાવાડી રોડ પર તખ્તેશ્વર પોસ્ટ ઓફિસ સામે આવેલા કલ્પદ્રુમ ફલેટ-રના પાંચ નંબરના હર્ષ  અરવિંદભાઈ પટેલના મકાનમાં દરોડો પાડતા ગંજીપાના તથા રોકડ રકમનો હાર જીતનો જુગાર રમતા હર્ષ અરવિંદભાઈ પટેલ (ઉ.વ.ર૯), અવધ વિજયભાઈ વનાણી (ઉ.વ.૩ર) તથા રાજેશ ચંદુભાઈ પટેલ (ઉ.વ.૩૮)ને રોકડ રૂપિયા ૮૮,પ૦૦ તથા ૩ મોબાઈલ કિ.રૂા. ૧૮૦૦૦ અને ગંજીપાના સહિત કુલ રૂા. ૧,૦૬,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરીને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી દીધે આ કામગીરીમાં પીએસઆઈ પરમાર તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, જગદીશભાઈ મારૂ, પ્રદિપસિંહ ગોહિલ, હારિતસિંહ ચૌહાણ, શરદભાઈ ભટ્ટ, બાવકુદાન ગઢવી, મહીપાલસિંહ ગોહિલ જોડાયા હતાં.

Previous articleપરપ્રાંતિયો દ્વારા છઠ્ઠ પૂજન કરાયું
Next articleમહાપાલિકા દ્વારા ભરતનગર પ્રાથ. શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો