બાળકોમાં ક્ષય વધુ જોવા મળે છે

1408

આપને પ્રિય, અતિપ્રિય વ્યક્તિઓમાં આપના ગુલાબ જેવા બાળકનો ક્રમ અગ્રસ્થાને આવે તે નિઃશંક છે. શું તમો ઈચ્છો છો કે તમાર બાળકને ક્ષયન થાય અને થાય તો તે સંપૂર્ણ મટી જાય અને તમારૂ બાળક સંપૂર્ણ મટી જાય અને તમારૂ બાળક સંપૂર્ણ નીરોગી બને ?

સામાન્ય પ્રજામાં એવી માન્યતા પ્રવર્તે છે કે નાના બાળકોને ટીબી(ક્ષય) ન થાય. ઉપરાંત કેટલાંક માને છે કે આ રોગ વારસાગત છે. અને ત્રીજી માન્યતા છે કે આક્ષયરોગ અસાધ્ય છે.

આ ત્રણેય માન્યતાઓ સો ટકા ખોટી છે

ભારતમાં બાળકોમાં ક્ષય વધુ જોવામાં મળે છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓડ મેડિકલ રીસર્ચ તથા રાષ્ટ્રિય ક્ષય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે બાળકોમાં (૧૪ વર્ષ સુધી) ક્ષય રોગનું પ્રમાણ લગભગ ૧પ ટકા જેટલું છે.

ક્ષય એક જાતના રોગનાં જીવાણુંથી થાય છે. આ જંતુ શરીરમાં શ્વાસ દ્વારા પ્રવાહી કે ધન ખોરાકો દ્વારા ચામડી, આંખો અથવા શરીરના અન્ય છીદ્રો દ્વારા દાખલ થાય છે. જો માતાને ક્ષય રોગ હોય તો તેનામાં રહેલ ક્ષયના જંતુ પ્લેસેન્ટના (માતા તથા ગર્ભમાં રહેલ શીશુને જોડતો માર્ગ જેનાં દ્વારા શીશુને માતા તરફથી પોષણ મળે છે.) દ્વારા નવજાત શીશુમાં આવે છે.

ક્ષયના જીવાણું શરીરમાં પ્રવેશ મેળવ્યા બાદ હંમેશા રોગમાં પરિણમે જ એવું નથી. પરંતુ તેનો ફેલાવો પરિબળો પર આધારીત હોય છે. જેમ કે જીવાણુઓનુ પ્રમાણ દાત.બાળકનાં સંપર્કમાં આવતી વ્યક્તિના શ્વાસમાંથી ટીબીના જંતુ નીકળતા હોય અથવા તેના કફ થુંકમાં ક્ષયના જીવાણુું હોય (જેને ટીબીનો ‘ઓપન’ કેસ કહે છે) તો તેના સંપર્કમાં આવતામ બાળકમાં અસંખ્ય ક્ષય જીવાણું પ્રવેશે છે અને તેને ટીબી થવાની શક્યતા વધે છે.

નબળા બાળકોની રોગ પ્રતિકારક શક્તિ (એટલે કે રોગ સામે લડવાની શક્તિ) ઘીણી ઓછી હોય છે એવા બાળકોને દુષિત વાતાવરણ, અપૂરતો આહાર, ગીચ જગા, લાંબી માંદગી વગેરે પૂરક પરિબળો ક્ષય રોગના મુખમાં ધકેલી દે છે.

પ્રથમિક ક્ષય જેને ડોક્ટરો ‘‘પ્રાયમર’’ કહે છે. તેનો અર્થ તે ક્ષય ફેફસાના અમુક ભાગ પૂરતો જ મર્યાદિત હોય છે. જ્યારે પોસ્ટ પ્રાયમરી ક્ષય અને અવયવોમાં પણ ફેલાયેલો હોય છે.

બાળયક્ષય ન થાય તે માટે શું કરવું ?

ઉપર જોયું તેમ આ રોગના કેટલાંક ભયંકર પરીણામ આવે છે. મોટો જો માતા-પિતા આ રોગનાં નિવારણ માટેનાં પગલાં લેવામાં નિષ્ફળ જાય તો બાળકનાં મોત માટે અથવા તેના અંધાપા, બહેરાશ, પાંગણાપણું કે માનસિક નબળાઈ, એપીલેપ્સી (આંચકી) જેવી ભયંકર વ્યાધિ માટે મા-બાપ જવાબદાર બની શકે છે.

રોગ અટકાવા માટે બી.સી.જી. નામની રોગવિરોધી રસી અતિશય ઉપયોગી પૂરવાર થઈ છે. સરકારી દવાખાનામાં , ક્ષય નિવારણ કેન્દ્રોમાં તથા કેટલીક સમાજીક સંસ્થાઓમાં તે વીના મૂલ્યો મળી શકે છે. બાળકના જન્મ પછી તુરતજ આ રસી મૂકાવી દેવી પછી બાળક પાંચ વર્ષનું થાય ત્યારે તે અપાય છે.

રસી આપ્યા બાદ જો બાળકની તેની ‘‘ઓપન ટી.બી.’’ વાળી માતાનાં સતત સંપર્કમાં રહે તો બાળકને રસીથી ફાયદો થવાની શક્યતા ઓછી છે. માટે રોગવિરોધી રસી ઉપરાંત બાળકને ક્ષયના રોગીથી અલગ રાખવો, પૌષ્ટિક ખોરાક આપવો તથા સ્વચ્છતા જાળવવી. આ બધું કરવા છતાં રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લઈ પગલા લેવા. જેથી રોગને સંપૂર્ણ કાબૂમાં લેવાની શક્યતા ઘણી વધે છે.

બાળ ક્ષયરોગના ચિન્હો

એક વર્ષથી નીચેના બાળકમાં વારંવાર તાવ આવવો, ખાસી થવી, શરદી થવી વગેરે પ્રાથમિક નિશાનીઓ છે. તાવ ધીરો ધીરો, વધઘટ, એકધારો, મધ્યમ વગેરે જાતજાતના પ્રકારવાળો હોય છે અથવા ધણીવાર તાવ બિલકુલ હોતો નથી. ખાંસી પણ ખૂબ જ ભારેથી માંડી સામાન્ય કે નહિવત હોય છે.

આ ઉપરાંત બાળકનાં વજનમાં ઘટાડો થવો (અથવા લાંબા સમય સુધી વજન ન વધવું), નબળાઈ, ફીકાશ વગેરે જોવા મળે છે.

ઘણીવાર લક્ષણો બિલ્કુલ નથી દેખાંતા. અન્ય તપાસ વખતે આકાસ્મિક રીતે ક્ષય પડકાય છે.

પ્રાયમરી ક્ષયમાંથી તે ફેલાઈને ‘‘મીલીયરી’’ અથવા ‘‘ટી.બી.મેનેેન્જાઈટીસ’’ થાય તો તે ઘણીવાર ઘાતક અથવા ભંયકર પરિણામ લાવનાર બને છે. ટી.બી.મેનેેન્જાઈટીસ (એટલે કે મગજના આવરણનો ક્ષય) માં બાળકોને મોટે ભાગે રોગ કાબુમાં આવ્યા પછી પણ ઘણા ઉપદ્રવ્યો જીવનભર હેરાનકર્તા બને છે. જેમ કે બાળકોને માનસિક વિકાસ ઘટી જવો અને ફરી અમુક તબક્ક અટકી જવો, અંધાપો આવવો,બહેરાશ આવવી, તાણ કે આંચકી આવવી, પક્ષઘાત થવો વગેરે.

કેટલીવાર ક્ષયનો ફેલાવો થવાને કારણે આંતરડીનો ક્ષય, હાડકાનો ક્ષય, ગળામાં આવેલ ગાંઠનો ક્ષય( કંઠમાળ), મૂત્રપીંડ(કીડની) નો સાજો વગેરે થાય છે.

આ રોગના ચોક્કસ નિદાન માટે તબીબી સલાહ પ્રમાણે એકસ-રે, લોહી તપાસ, મોન્ટુ ટેસ્ટ વગેરે કરાય છે. મેનેન્જાઈટીસીની શંકા હોય તો કરોડ(કમર) માંથી પાી કાઢીને તપાસ કરાય છે. (લંબર પંકચર) જરૂર પડે તો ગળાફાની તપાસ તથા અસરગ્રસ્ત ભાગોનાં જીવંત કોષોની તપાસ (બાયોપ્સી) કરાય છે.

Previous articleસ્વીફટ કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં છ માસના બાળકનું મોત
Next articleમુખ્યમંત્રી રૂપાણી, નિતિન ગડકરી, મનસુખ માંડવીયા આજે પાલિતાણામાં