ગોલ્ડ મેડલિસ્ટ એથલિટ પરવિન્દર ચૌધરીએ દિલ્હીના નેહરૂ સ્ટેડિયમમાં આત્મહત્યા કરી

1087

૧૮ વર્ષીય ભારતીય ખેલાડી પરવિન્દર ચૌધરીએ મંગળવારે સાંજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી . પરવિન્દર સ્ટેડિયમમાં આવેલા એકેડમીમાં રહેતો હતો. આત્મહત્યા કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. તેને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો, પણ ડૉક્ટરો તેને બચાવી ન શક્યા. સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે મંગળવારે સવારે ફોન પર તેનો પિતા સાથે કોઇ બાબતને લઈને વિવાદ થયો હતો. જેના પછી તેની બહેન પણ વાત કરવા માટે આવી હતી. પરંતુ અમે તેને બચાવી ન શક્યા.

જીછૈં દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રીલિઝ પ્રમાણે, ચૌધરીએ સાજે ૫ઃ૩૦ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ લગભગ છ વાગ્યે પછી અલિગઢના આ એથલિટે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. તેના મિત્રો અને ચૌધરીને મળવા આવી પહોંચેલી તેની બહેને આ અંગે જાણકારી આપી,જેના પછી અધિકારી રૂમમાં પહોંચ્યા હતા અને તેના શરીરને નીચે ઉતાર્યું હતું. સુત્રોના જણાવ્યા  મુજબ ચૌધરી તે સમયે જીવંત હતો. તેને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ઇમરજન્સી મેડિકલ સારવાર આપવામાં આવી હતી. પરંતુ રાત્રે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટના પછી, મંગળવારે સાંજે ૦૬.૩૦ વાગ્યે દિલ્હી પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પરિવારને આ ઘટના વિશે માહિતી આપી હતી. ચૌધરી સાઈ એથલેટિક્સ એકેડમીમાં નવેમ્બર ૨૦૧૬માં સામેલ થયો હતો. ૨૦૧૭માં તેને બેંગકોકમાં યોજાનારી એશિયન યુથ ચૅમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાં તેણે રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચૌધરીએ જુલાઈ ૨૦૧૭માં વર્લ્ડ યુથ ચૅમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તે આર્મીમાં જોડાયો, જ્યાં ઔપચારિકતાઓ પૂર્ણ થાય બાદ તે અભ્યાસ માટે ફરી નેહરૂ સ્ટેડિયમમાં પરત ફર્યો હતો.

Previous articleમહિલા ટી-૨૦ વર્લ્ડ કપ : ન્યૂઝિલેન્ડને હરાવી સેમી ફાઇનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયાની ટીમ
Next articleઠંડીના ચમકારાની વચ્ચે હવે લોકો ગરમ વસ્ત્રોમાં સુસજ્જ